Placeholder canvas

વાંકાનેર: ૧૯ પતાપ્રેમી ૫૬૯૦૦૦ રોકડ સાથે જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર: હમણાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહાર ખીલી છે. લગભગ કોઈ દિવસ એવો બાકી નથી જતો એ દિવસે જુગાર રમતા કોઈ ન પકડાયા હોય. ગઇકાલે વાંકાનેર શહેર પોલીસ મથકના પીએસઆઇ પી.સી.મોલ્યા અને સાથી સ્ટાફ દ્વારા એક રેડમાં મિલ કોલોની ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી 19 વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ગઈ કાલે મોરબી જીલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાની સૂચનાથી અને શહેર પોલીસ મથકના પીઆઇ ના માર્ગદર્શનમાં પીએસઆઇ પી.સી. મોલ્યા અને સ્ટાફે એક રેડમાં મીલ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ આરોપી મધુભા ઘેલુભા ઝાલાના રહેણાંકના મકાનમાં નીચે વ્યક્તિઓ જુગાર રમી રહ્યા હતા, ત્યારે પોલીસે રેડ પાડી ૫૬૯૦૦૦ રૂપિયાની રોકડ અને બે ગંજીપતા સાથે પકડી પાડ્યા છે.

આરોપીમાં 1 મધુભા ધીરુભાઈ ઝાલા, 2 સિધ્ધરાજ સિંહ હેમત સિંહ ઝાલા, ૩ મયુર સિંહ ધર્મેન્દ્ર સિંહ ઝાલા, ૪ પારસ ભરતભાઈ મકવાણા, 5 પ્રદ્યુમનસિંહ કૃષ્ણસિંહ રાઘવ, 6 રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા, 7 રમેશ જેઠાભાઇ જેત્રોજા, 8 સલીમ ઈસ્માઈલભાઈ મકવાણા, 9 સાગર પ્રદીપભાઈ બુધદેવ, 10 સુનિલ દેવશીભાઇ અઘારા, 11 હકાભાઇ હિરાભાઈ વિજવાડિયા, 12 રાજેશ નાનજીભાઈ ઝિંઝવાડીયા,13 વિરલ પ્રદીપભાઈ બુધદેવ, 14 ધર્મેશ વિનોદભાઈ કલોલા, 15 પૃથ્વીરાજસિંહ મહાવીરસિંહ જેઠવા, 16 પાર્થગીરી પંકજગીરી ગોસ્વામી, 17 ધર્મેશ વિરેન્દ્રભાઈ ગોસ્વામી, 18 દેવાભાઈ કાલદેભાઈ સોલંકી, 19 નીરવ સૂર્યકાન્તભાઈ જોશી આ બધાની જુગારધારા કલમ ૪,૫ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

👍👍👍👍👍👍👍👍👍

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો