Placeholder canvas

સુરતમાં યુવકને જાહેરમાં થૂંકવુ 100 રૂપિયામાં પડ્યુ, ઉઠક-બેઠક કરવી પડીએ લટકામાં..!


મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે. જે રસ્તાઓ ઉપર ફરીને જાહેરમાં થૂંકનાર કે ગંદકી કરનાર વ્યક્તિને અટકાવીને તેની પાસે દંડ પેટે 100 રૂપિયા વસૂલવાની કામગીરી કરે છે.

સુરતઃ સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં શરૂ કરાયેલા પ્રોજેક્ટ અંતર્ગત જે વ્યક્તિ જાહેર રસ્તાઓ ઉપર થૂંકતા પકડાશે તેની પાસેથી દંડ પેટે 100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે જો દંડ ભરવા માટે આનાકાની કરે તેવા લોકોને જાહેરમાં ઉઠકબેઠક કરાવવામાં આવશે. જોકે, મનપાના અધિકારીઓ દ્વારા યુવકને જાહેરમાં થૂંકવા બદલ ઉઠક-બેઠક કરાવી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

વીડિયોમાં દેખાય છે પ્રમાણે એક યુવકને જાહેર રસ્તા ઉપર થૂંકવું ભારે પડ્યું હતું. જાહેરમાં થૂંકનાર યુવકને મનપાના અધિકારીએ અટકાવ્યો હતો અને તેની પાસે આ હરકત બદલ 100 રૂપિયા માંગ્યા હતા. જોકે, આ યુવકે દંડની રકમ આપવાની આનાકાની કરી હતી. જેના પગલે અધિકારીઓએ તેને શબક શિખવાડવા માટે ઉઠક બેઠક કરાવી હતી. વીડિયોમાં દેખાય છે કે મનપાના અધિકારી ઊભા છે અને યુવક ઉઠક બેઠક કરી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગર પાલિકાએ શહેરને ચોખ્ખું અને સ્વચ્છ રાખવા માટે સુમન આઇ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. જેના પગલે શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાથી જાહેરમાં થૂંકનાર કે ગંદકી કરનાર લોકોના ફોટા પાડીને ઇ મેમો આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે. જે રસ્તાઓ ઉપર ફરીને જાહેરમાં થૂંકનાર કે ગંદકી કરનાર વ્યક્તિને અટકાવીને તેની પાસે દંડ પેટે 100 રૂપિયા વસૂલવાની કામગીરી કરે છે. જો વ્યક્તિ દંડ ભરવાની આનાકાની કરે તો સ્કોડના અધિકારીઓ જે તે વ્યક્તિને જાહેરમાં જ ઉઠકબેઠક કરી સજા આપે છે. જેનાથી તે ફરીથી આવી ભૂલ ન કરે.

👍👍👍👍👍👍👍👍

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો