Placeholder canvas

વાંકાનેર: સિધાવદરમાં ખેડૂતોએ 30 વીઘાનો કપાસ ઢોરને ચારવા આપી દીધો

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામેં 3 ખેડુતે પોતાનો 30થી 40 વિઘાનો કપાસ માલધારી લોકોને ઢોર ચરાવવા માટે આપી દીધો…!

મળતી માહિતી મુજબ સિંધાવદર ગામના પરાસરા ઇલ્મુદીન જલાલ, શેરસિયા અલીમામદ મામદ અને પરાસરા રફિક જલાલભાઈ આ ત્રણે ખેડૂતે પોતાની વાડીમાં ૩૦ થી ૪૦ વિઘાનો ઊભેલો કપાસ માલધારી લોકોને પોતાના ઢોર ચારવા માટે આપી દીધો છે. આ ખેડૂતોનો ખૂબ સારો કપાસ છે અને લગભગ છોડ દીઠ સોથી દોઢસો જીંડવાની સંખ્યા પણ જોવા મળે છે. આમ છતાં ખેડૂતોએ આવો નિર્ણય લેવો પડ્યો છે.

ખેડૂતોના કહેવા મુજબ કપાસ ખૂબ સારો છે ઝિંડવની સંખ્યા પણ ઘણી બધી છે પરંતુ કોઈપણ જીડવુ એવું નથી જેમાં ગુલાબી ઇયળે ડંખ ન માર્યો હોય, જેથી મજૂરી ખર્ચ ખૂબ વધી જાય છે એક વ્યક્તિ આખો દિવસનો માંડ ૧૫ કિલો કપાસ વીણી શકે છે અને આવા ગુલાબી ઈયળે ડંખ મારેલા કપાસનો ભાવ પણ માંડ 600 રૂપિયા આવે છે, ત્યારે ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડે તેવી સ્થિતિ થઇ છે.

ખેડૂતે પર્યાવરણનો વિચાર કર્યો

આજકાલ ઘણા ખેડૂતો આ રીતે કપાસ કાઢીને કપાસની સાઠિયુ સળગાવી દે છે ત્યારે આ ખેડૂતોએ સમજદારી દાખવીને તેમને વિચાર્યું કે જો આપણે સાઠિઓ સળગાવી દઈએ તો પર્યાવરણને ખૂબ નુકસાન થાય અને વાતાવરણમાં ધુમાડો આવે જેથી વાતાવરણ બગડે એથી તો અબોલ જાનવરના પેટમાં જાય એ વધારે સારું, આવો સરસ વિચાર કરીને આ ખેડૂતોએ કપાસ સળગાવવાના બદલે માલધારી લોકોને પોતાના ઢોર ચારવા માટે આપી દીધો છે.

ખેડૂતના આ વિચારને સલામ

હાલમાં આગેવાન કક્ષાના લોકો પણ કપાસની સાઠિયુ સળગાવતા જોવા મળે છે, ત્યારે આ સિંધાવદર ગામના સામાન્ય ખેડુતના ઉમદા વિચાર ને સલામ….

જુવો વિડિયો…

કપ્તાન ચેનલ લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઈકોન પ્રેસ કરો…

આ સમાચારને શેર કરો