Placeholder canvas

વાંકાનેર: પંચાસિયા ગામે ચકરીની તકલીફવાળા વાછરડાને આગેવાનોએ અને સેવાભાવી ડોક્ટરને બચાવ્યુ.

વાંકાનેર: પંચાસિયા ગામે એક રેઢિયાળ વાછરડાને ચકરીના રોગની તકલીફ થઈ હતી, જેમના કારણે આ વાછરડું ચકર મારીને પડી જતું હતું જેમની જાણ જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અકબર બાદી, ઉપસરપંચ મનસુખભાઈ, સામજી ન્યાય સમીતીના ચેરમેન હકાભાઈ, સદસ્ય રણછોડભાઈ , માજી સરપંચ અમીભાઈ, હુસેનભાઈ ઉર્ફે સદામભાઈ, મહંમદભાઈ ચૌધરી, ભરતભાઈ સામજી, દેવીપુજક ચનદુભાઈએ આ વાછરડાને બચાવવા માટે ને પ્રયત્નો કર્યા હતા.

ગામમાં સેવાભાવિ પશુ ડોક્ટર યુસુફ માથકિયાને બોલાવ્યા હતા અને તેઓએ આ વાછરડાને બાટલો ચડાવ્યો હતો અને અન્ય સારવાર આપીને વાછરડાની ચકરીની તકલીફ દૂર કરી હતી. થોડીવારમાં વાછરડાને સારુ થઈ ગયું હતું અને ચાલતું થઈ ગયું હતું. આ માટે પશુ ડોક્ટરે માનદ સેવા આપી હતી.

આમ પંચાસીયા ગામમાં એક અબોલ જાનવરને તકલીફમાં જોતા ગામના આગેવાનો આ વાછરડાને બચાવવા માટે આગળ આવ્યા હતા અને પશુ ડોક્ટરે માનંદ સેવા આપીને આ વાછરડાને બચાવી લીધું હતું

આ સમાચારને શેર કરો