Placeholder canvas

વાંકાનેરના મહિકા ગામે મચ્છુ નદીમાંથી રૂ. 8.35 લાખની રેતી ચોરીની ફરિયાદ 

વાંકાનેર : વાંકાનેરના મહિકા ગામે મચ્છુ નદીમાંથી રૂ. ૮.૩૫ લાખની રેતીની ચોરી કરીને લોડર મશીનના માલિક, ટ્રેકટરના માલિક અને ડ્રાઇવર ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે રોયલ્ટી ઇન્સ્પેક્ટરે લોડર મશીનના માલિક, ટ્રેકટરના માલિક અને ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે. આથી, પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ ખનીજ ચોરીની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની ભુસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી, ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અંકુર જે ભાદરકાએ આરોપીઓ લોડર મશીન જેના ચેચીસ નં.1PY5310EJLA046207 વાળાનો ચાલક-માલીક તેમજ ટ્રેકટર ચેસીસ નં.MBNABAJBAJND006 ના માલીક તથા ટ્રેકટર ચેસીસ નં.MBNABAJBAJND006 ના ડ્રાઇવર અને તપાસમાં ખુલે તે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૫ ફ્રેબ્રુઆરીના રોજ આરોપીઓએ વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે મચ્છુ નદીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર સાદી રેતી ૩૪૮૨.૦૬૨ મેટ્રીક ટન કી.રૂ. ૮,૩૫,૬૯૫ નુ ખનન કરી ખનીજ ચોરી કરી નાસી છૂટ્યા હતા. આથી, વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુજરાત મિનરલ્સ પ્રિવંશનઓફ ઇલ્લગલ માઇનિંગ ટ્રાંસ્પોર્ટસન એન્ડ સ્ટોરેજ રુલ્સ ૨૦૧૭ ની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો