Placeholder canvas

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ નહી થાય, સરકાર બે દિવસમાં એક્શન લેશે

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના ગાંધીનગરમાં પ્રદર્શન બાદ સરકારે ઝુંકવુ પડ્યુ હતું. સરકાર તરફથી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા મામલે ખુલાસો કરવો પડ્યો હતો. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ નહી થાય અને ગેરરીતિ મામલે સરકાર બે દિવસમાં એક્શન લેશે.

રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની 3910 જગ્યાની પરીક્ષા લેવામાં આવી હતી અને આ પરીક્ષામાં રાજ્યમાં 6 લાખ કરતા વધારે પરીક્ષાર્થીઓ હાજર રહ્યાં હતા. ગૌણ સેવા મંડળ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીમાં 25 હજાર કરતા વધુની ભરતી કરી તેમણે રોજગારી આપવાનું કામ ગૌણ સેવામંડળ દ્વારા કરવામાં આવ્યુ છે. આ વખતની પરીક્ષામાં રાજ્યમાં 3173 પરીક્ષા કેન્દ્રો પર 34 હજાર 746 બ્લોકમાં દરેક બ્લોકની અંદર 30 જેટલા વિદ્યાર્થીઓ હતા.

સમગ્ર પરીક્ષાનું કામ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યુ હતું. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ 40 જેટલી લેખિત ફરિયાદ આવી હતી. 5 જિલ્લામાંથી 39 ફરિયાદ મળી છે તેમાં માત્ર ચકાસવાણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તે પરીક્ષાર્થીઓ મોબાઇલથી ચોરી કરવાની પ્રક્રિયા કરી છે. માનનીય ચેરમેન ગૌણ પસંદગી મંડળ સાથે વાત કરવામાં આવી છે અને બે દિવસની અંદર એક્શન લઇ કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગર,બનાસકાંઠા અને ગીર સોમનાથમાંથી ફરિયાદ મળી છે. પાલનપુરમાં થયેલી ફરિયાદમાં FIR નોંધવામાં આવી છે. દરેક CCTVના આધારે અન્ય લોકો પર એક્શન લેવામાં આવશે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા LRDમાં વેઇટિંગ લિસ્ટમાં જરૂરી સુધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આગામી દિવસોમાં લોકરક્ષકની ભરતીમાં 12 હજારની ભરતી કરાશે.

આ સમાચારને શેર કરો