Placeholder canvas

કાલથી દુકાનો ખોલવાની ભલે છૂટ મળી, પણ જો ટોળે વળશો તો પોલીસ કાર્યવાહી કરશે

આ લડાઈ લાંબી ચાલવાની છે, કન્ટેઇમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પણ પોલીસ કડક કાર્યવાહી કરશે

રાજ્યમાં ભારત સરકારના નોટિફિકેશન મુજબ આવતીકાલથી કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં છૂટક દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણય લાગુ થાય તે પહેલાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે સરકારે છૂટ ભલે આપી હોય, લૉકડાઉન લાગુ છે, કલમ 144 અમલમાં છે. 4 કરતા વધારે લોકો એકઠા થશે તો પોલીસ કાર્યવાહી કરશે.

શિવાનંદ ઝાએ પત્રકારોને કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા જણાવ્યું હતું કે ‘ સરકારે આપેલી છૂટ મુજબ દુકાનો ખોલી શકાશે પરંતુ લૉકડાઉન લાગું છે. લોકોએ ટોળે વળવું નહીં. તમે બાઇક પર સિંગલ સવારી જ નીકળી શકશો અને ફોર વ્હિલર વાહનમાં બેથી વધુ વ્યક્તિ નહીં ફરી શકે. પોલીસ લૉકડાઉનનો કડકાઈથી અમલ કરાવશે.

સાવધાન! સોસાયટીમાં ટોળા વળનારા 444ની મુજબ થશે અટકાયત…..

સાવધાન! સોસાયટીમાં ટોળા વળનારા 444ની મુજબ થશે અટકાયત….. પોલીસે લૉકડાઉનના ભંગ બદલ રાજ્યમાં સોસાયટીઓના CCTV ચેક કરી અને ગુનાઓ નોંધવાનું શરૂ કર્યુ છે. પોલીસે આ અંગે 275 ગુનાઓ ગઈકાલથી આજ સુધીમાં જદાખલ કર્યા હતા અને 444 લોકોની અટકાયત કરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BCHJZFw2oPOBxQoU0OIduP

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો