Placeholder canvas

કોરોના વાયરસને નાબૂદ કરવા કડક નિર્ણયો લીધા, તે માટે દેશવાસીઓની માફી માંગુ છું -PM મોદી

વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન મોદી 63મી વખત મન કી વાત કરી દેશને સંબોધન કર્યું. મોદીએ કહ્યું- સામાન્ય રીતે મન કી બાતમાં હું ઘણા વિષયોને લઈને આવું છું. આજે વિશ્વભરમાં કોરોનાના સંકટની ચર્ચા છે. એવામાં બીજી વાત કરવી તે યોગ્ય નથી. કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા, જેનાથી ગરીબોની મુશ્કેલી થઈ. તમામની હું માંફી માંગુ છું. વડાપ્રધાને દરેક દેશવાસીને કહ્યું ધૈર્ય દેખાડો, લોકડાઉનનું પાલન કરો.

હું તમારા બધાની પરિસ્થિતિ સમજુ છું, પરંતુ કોરોનાની વિરુદ્ધની લડાઈ માટે આ સિવાય કોઈ રસ્તો નથી. દુનિયાની સ્થિતિ જોઈને લાગે છે કે બસ આ એક જ રસ્તો બચ્યો છે. આપને જે પણ મુશ્કેલી પડી છે. તે માટે માફી માગુ છુ. બાદમાં રોગ અસાધ્ય થઈ જાય છે. કોરોના વાઈરસે દુનિયાને કેદ કરી દીધી છે. દરેકને પડકાર આપી રહ્યો છે. આ વાઈરસ માણસને ખતમ કરવાની જિદ કરી બેઠો છે. તેથી સૌએ એક થઈને સંકલ્પ લેવો જ પડશે.

આ લોકડાઉન આપને બચાવવા માટે છે. આપે પોતે બચવાનુ છે, પોતાના પરિવારને બચાવવાનો છે. હુ જાણુ છુ કે કોઈ પણ કાયદો તોડવા ઈચ્છતા નથી પરંતુ કેટલાક લોકો આનું પાલન કરી રહ્યા નથી. દુનિયામાં કેટલાક આ પ્રકારના જ લોકો છે જે આજે પસ્તાઈ રહ્યા છે. દુનિયામાં તમામ સુખનુ સાધન સ્વાસ્થ્ય છે. એવામાં નિયમ તોડીને આપ જીંદગી સાથે રમી રહ્યા છો.

આ સમાચારને શેર કરો