Placeholder canvas

‘મહા’ વાવાઝોડાએ દિશા બદલી, હવે દીવથી પોરબંદર વચ્ચે દરિયાકાંઠે ટકરાશે

ગુજરાત પર સર્જાયેલું મહા વાવાઝોડાનું સંકટ હજી ટળ્યું નથી પરંતુ તેણે દિશા બદલી છે. આ વાવાઝોડું હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આ વાવાઝોડું 6 નવેમ્બરે દીવથી પોરબંદરનાં દરિયા કિનારે ટકરાશે. હાલ આ વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર છે. 6 નવેમ્બરની મધ્યરાત્રીએ ટકરાય તેવું અનુમાન છે. જેના કારણે તંત્રએ માછીમારોને એલર્ટ કરતા દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

આ પહેલા ‘મહા’ વાવાઝોડું 6 નવેમ્બરનાં રોજ દીવથી દ્રારકાની વચ્ચેનાં દરિયાકાંઠે ટકરાવવાની શક્યતાઓ દર્શાવાવમાં આવી છે. દીવ દ્રારકાનાં દરિયા કિનારે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓ હતી. આ સાથે આજે એટલે 4 નવેમ્બરે તથા 7 અને 8 નવેમ્બર એટલે ગુરૂ અને શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની આગાહી કરવામાં આવી છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી :-
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 4 નવેમ્બરનાં રોજ જામનગર, મોરબી તથા દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે 7 નવેમ્બરનાં રોજ અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દિવમાં આગાહી છે. જ્યારે 8 નવેમ્બરે પણ અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં NDRFની 15 ટીમને એલર્ટ કરવામાં આવી છે. વડોદરામાં 12 અને ગાંધીનગરમાં 3 ટીમ એલર્ટ કરાઈ છે. રાજ્યના તમામ બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવાયા છે. સહેલાણીઓને દરિયાકાંઠેથી દૂર રહેવાની સૂચના પણ આપી દેવાઇ છે. બીજી બાજુ કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો