Placeholder canvas

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકશે? જાણવા માટે વાંચો

જિલ્લા પંચાયના ઉમેદવાર 4 લાખ, તાલુકા પંચાયતના ઉમેદવાર 2 લાખ અને નગરપાલિકાના ઉમેદવાર 2 લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકશે

મોરબી : રાજય ચૂંટણી પંચ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવાર માટે ખર્ચ મર્યાદા નકકી કરવામાં આવી છે. તાલુકા પંચાયતના ઉમેદવાર માટે ર લાખ અને જિલ્લા પંચાયતના ઉમેદવાર માટે રૂ. ૪ લાખ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જ્યારે નગરપાલિકા માટે બે વિભાગ પાડ્યા છે. જેમાં 9 વોર્ડ સુધીની પાલિકામાં દોઢ લાખ અને 9 વોર્ડથી મોટી પાલિકામાં ઉમેદવારો માટે 2.25 લાખ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ચૂંટણી પંચના સચિવ મહેશ જોષીએ ખર્ચ મર્યાદા અને સ્ટાર પ્રચારકોના પ્રવાસ ખર્ચ અંગે માર્ગદર્શક આદેશ બહાર પાડયા છે. જે અન્વયે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવાર માટે ખર્ચ મર્યાદા નકકી કરવામાં આવી છે. મોરબી તાલુકા પંચાયતના મતક્ષેત્ર માટે ર લાખ અને જિલ્લા પંચાયતના મતક્ષેત્ર ઉમેદવાર દીઠ રૂ. ૪ લાખ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

જ્યારે નગરપાલિકા માટે બે વિભાગ પાડ્યા છે. જેમાં 9 વોર્ડ સુધીની પાલિકામાં દોઢ લાખ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી, વાંકાનેર અને માળીયા મિયાણા પાલિકાના ચૂંટણી લડતા ઉમેદવારો દોઢ લાખથી વધુ ચૂંટણી ખર્ચ નહીં કરી શકે. જો કે, મોરબી નગરપાલિકા વિસ્તારમાં 13 વોર્ડ આવતા હોય મોરબી પાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારો 2.25લાખ સુધીનો ચૂંટણીખર્ચ કરી શકશે.

આ સમાચારને શેર કરો