વાંકાનેરમાં ધોધમાર વરસાદ: કેટલી જગ્યાએ પડી વીજળી ? જાણવા વાંચો

By શાહરુખ ચૌહાણ -વાંકાનેર
મોરબી જીલ્લામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, જેમાં બપોરના સુમારે ધોધમાર વરસાદ શરુ થયો હતો વાંકાનેર પંથકમાં બપોરના 3 વાગ્યા પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો.વાંકાનેર શહેરમાં આજે બપોરે એકાદ કલાકમાં ધોધમાર સવા બે ઇંચ (55mm) વરસાદ પડ્યો છે. જ્યારે વાંકાનેર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 20 ઇંચ (481 mm) જેટલો વરસાદ પડયો છે.

આજના આ ધોધમાર વરસાદમાં વાંકાનેર પંથકમાં અલગ-અલગ ત્રણ સ્થળે વીજળી પડયાના અહેવાલ મળ્યા છે. વાંકાનેર તાલુકાના જામસર ગામના સ્મશાનમાં છાપરા પર વીજળી પડી હતી તેમજ વાંકાનેર શહેરની ભાગોળે આવેલ ચંદ્રપુર ગામ માં આવતી ભાટિયા સોસાયટીમાં મોઢ વણિક વાડી નજીક થાંભલા પાસે વીજળી પડી અને સધારકા ગામે એક મકાન ઉપર વીજળી પડી હોવાની માહિતી મળી છે જેમને પણ તમે પણ પુષ્ટી કરી છે. જોકે ત્રણેય બનાવમાં કોઈ જાનહાની થઈ નથી કે કોઇ મોટા પ્રકારનું નુકસાન થયેલ નથી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •