Placeholder canvas

ભારતમાં કેટલો જોખમી છે વાયરસનો નવો સ્ટ્રેન? જાણવા વાંચો

કોરોના વાયરસની સ્થિતિ વધુ ને વધુ સ્ફોટક બની રહી છે. કોરોનાની આ બીજી લહેર તેની ટોચની નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થિતિ કઈ હદે બગડી છે કે ભારત કોરોના કેસ મામલે અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડી ચુક્યું છે. અમરિકામાં કોરોનાના 77720 નવા કેસ આવ્યા છે. જ્યારે બ્રાઝિલમાં 80157 કેસ રિપોર્ટ થયા છે. જ્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.84 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપે ચિંતા વધારી દીધી છે. જેને ‘ડબલ મ્યૂટેશન વાયરસ’ ના નામથી ઓળખાય છે.

ડબલ મ્યૂટેશન વાયરસના આ જે નવા કોરોના સ્વરૂપે ચિંતા વધારી છે તેના વિશે નિષ્ણાંતોનું માનવું છે કે આ ડબલ મ્યૂટેશન વેરિએન્ટના કારણે જ કેસમાં આટલો ઝડપથી વધારો થયો છે. ડબલ મ્યૂટેશન વાયરસે આ મહામારીને પહોંચી વળવાનો પડકાર પણ વધુ મુશ્કેલ બની ગયો છે.

નવો વેરિએન્ટ કેમ ઘાતક? આ નવા મ્યૂટેશને બે અન્ય મ્યૂટેશન્સના જેનેટિક કોડ (E484Q અને L452R) ને પોતાનામાં સમેટેલા છે. જે પહેલેથી દુનિયાભરમાં ફેલાયેલા છે. આ બંને મ્યૂટેશન્સ પોતાના વધુ પ્રભાવ અને સંક્રમણ દર માટે જાણીતા છે. પહેલીવાર એવું બન્યું છે કે બંને એકસાથે ભળી ગયા છે જેનાથી વાયરસ અનેક ગણો વધુ સંક્રામક અને ઘાતક સ્વરૂપ લઈ લે છે. જો સરળ ભાષામાં કહીએ તો આ ડબલ મ્યૂટેશનમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા બે અલગ અલગ પ્રકારના સ્પાઈક પ્રોટીન માર્કર રહેલા છે.

સ્પાઈક પ્રોટીનની મદદથી વાયરસ માણસના સેલ્સ સાથે ચોંટી જાય છે. ત્યારબાદ તેમના અંગો પર એટેક કરે છે. આ સ્ટેરના વેરિએન્ટ્સ સ્પાઈક પ્રોટીનના સ્ટ્રક્ચરને બદલી નાખે છે જેનાથી તે સેલ્સ સાથે એટેચ થઈને અનેક ગણી ઝડપથી વધવા લાગે છે. તેનાથી સંક્રમણ કૂદકેને ભૂસકે વધે છે.

રોગપ્રતિકારક શક્તિ માટે કેટલો ખતરનાક?
જોકે હજી સુધી એવા કોઈ વૈજ્ઞાનિક પૂરાવા સામે આવ્યા નથી કે, ડબલ મ્યૂટેન્ટ વાયરસથી કેટલી વધુ ઝડપથી કે કેટલી સંખ્યામાં લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આમ છતાં જે રીતે દેશભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે તેના આધારે નિષ્ણાંતો પણ આ ડબલ મ્યૂટેન્ટ વાયરસને જ તેના માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ડબલ મ્યૂટેન્ટ વાયરસ વધુ સંક્રામક છે જે વધુ ઝડપથી ફેલાય છે અને ગંભીર બીમારીઓ પેદા કરે છે.

ડબલ મ્યુટેશન એટલે શું!
માર્ચના અંતમાં ભારતના નેશનલ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ (NCDC) એ એક નવા વેરિએન્ટ ‘ડબલ મ્યૂટેન્ટ’ ની જાણકારી આપી હતી. આ વેરિએન્ટને વૈજ્ઞાનિકોએ સામાન્ય રીતે B.1.617 નામ આપ્યું છે. જેમાં બે પ્રકારના મ્યૂટેશન્સ છે E484Q અને L452R મ્યૂટેશન. આ વાયરસનું એ સ્વરૂપ છે જેના જીનોમમાં બે વાર ફેરફાર થઈ ચૂક્યો છે. વાયરસ પોતાને લાંબા સમય સુધી પ્રભાવી રાખવા માટે સતત પોતાની જીનેટિક સંરચનામાં ફેરફાર લાવતા રહે છે. જેથી કરીને તેમને ખતમ ન કરી શકાય. બે પ્રકારના વાયરસ મ્યૂટેશનના કારણએ જ તે વધુ ખતરનાક માનવામાં આવે છે.

આ સમાચારને શેર કરો