ધ્રાંગધ્રા પાસે અમદાવાદ પોલીસના જાપ્તામાંથી મોરબીના ચકચારી મુસ્તાક મીરની હત્યાના આરોપી હિતુભા ફરાર

મોરબી : મોરબી ચકચારી મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઈ આરીફ મીર પર હુમલાના પ્રકરણમાં સન્ડોવાયેલ મુખ્ય સૂત્રધાર શનાળાના હિતુભા ઝાલા ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા ધ્રાંગધ્રા હોનેસ્ટ હોટેલ નજીકથી આજે સવારે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા છે. હિતુભા પોલીસને ચકમો આપી ફોર્ચ્યુનર કાર જીજે 18 બીજી 6093માં નાસી છૂટતા પોલીસે હાલ નાકાબંધી કરી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

હિતુભાની થોડા દિવસો પહેલાં ATS દ્વારા અમદવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હત્યા સહિતના ગુન્હામાં ધરપકડ બાદ હિતુભાને અમદાવાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. જેને આજે અમદાવાદથી મોરબી કોર્ટમાં તારીખ હોવાથી લઇ આવવામાં આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ધ્રાંગધ્રા પાસે તેઓ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •