Placeholder canvas

સિવિલની કોવિડમાં વૃઘ્ધા પર દુષ્કર્મ ગુજારનાર હિતેશની ધરપકડ

રાજકોટની પીડિયું સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને કોવિડ સેન્ટરમાં દાખલ વૃદ્ધાએ પોતાની સાથે ખરાબ કામ થયું હોવાના આક્ષેપ સાથે ગઈકાલે તેના પરિવારજનોએ હોસ્પિટલ આવી દેકારો કર્યો હતો.આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી હોસ્પિટલના અધિકારીઓ,પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા અને તપાસ કર્યા બાદ આ મામલે પ્ર. નગર પોલીસ મથકમાં મહિલાની ફરિયાદ પરથી એમ.જે.સોલંકીના કોન્ટ્રાકટમાં કામ કરતા એટેનડેન્ટ હિતેશ ઝાલા નામના શખ્સ સામે બળાત્કારની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો આ ફરિયાદ ને આધારે હિતેશને પોલીસે દબોચી લઇ તેની પૂછપરછ આદરી હતી.

બનાવની વિગતો અનુસાર,રાજનગર પાસે આવેલા આવાસમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાને મંગળવારે પોતાના ઘરે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાં તેને તબીબે તપાસતા વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ ગયાનું સારવારમાં જાણવા મળતા તેમને ચોથા માળે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જે તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી.

થોડીવાર સારવાર લીધા બાદ વૃદ્ધાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને તે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો તેમ છતાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતા તેમને તા.29/4ના રોજ રાત્રીના એકાદ વાગ્યે માથું દુખતું હોય ત્યારે તેના બેડ પાસે જ એક સફેદ કીટ પહેરીને બેઠેલા શખ્સને કહ્યું કે તું અહીંયા રાત સુધી કેમ બેઠો છો અને તેને કહ્યું તમે સુઈ જાવ કેમ જાગો છો તેમ કહેતા વૃદ્ધાએ કહ્યું કે મને વાસામાં અને માથું દુખે છે માટે નીંદર નથી આવતી તેમ કહેતા જ એ શખ્સે લાઈટ બંધ કરી દેવાનું કહ્યું અને માથું દબાવી દેવાનું કહ્યું હતું.

ત્યારબાદ માથું દબાવી દેતા હું પડખું ફરીને સુવા જતા તે શખ્સ મારા બેડ પર ચડી ગયો હતો અને મને સીધી સુવડાવી ગાઉન ઊંચું કરી હું કંઈ સમજુ તે પહેલાં જ મારી સાથે ખરાબ કામ કર્યું હતું જે વખતે હું મને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય માટે હું કાઈ બોલી શકી નહોતી ત્યારબાદ તે વોર્ડમાંથી જતો રહ્યો હતો.આ સમયે હું હેબતાઈ ગઈ હતી અને ડર લાગ્યો હતો કે તે સફેદ કીટ પહેરી તે શખ્સ મને મારી નાખશે તે વાતની જાણ પણ કોઈ વોર્ડમાં કરી નહોતી.ત્યારબાદ સવાર પડતા જ મારા ભાણેજ વહુને ફોન કરી તમામ હકીકત જણાવતા તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ત્યાંના જવાબદર અધિકારીઓ સાથે વાત કરી હતી.

આ ઘટનાને પગલે 181ની ટીમ પણ હોસ્પિટલ દોડી આવી અને વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરી વિગતો મેળવી હતી.પોલીસ અધિકારીએ પણ વૃદ્ધા સાથે વાતચીત કરતા તેમણે પોતાની સાથે ખરાબ કામ થયું છે અને તે શખ્સ સામે આવે તો પોતે ઓળખી જશે તેમ જણાવ્યું હતું.આ અંગે પ્રદ્યુમ્નનગર પોલીસમથકના પીઆઇ એલ.એલ.ચાવડાએ જણાવ્યું કે, સારવારમાં આવેલા વૃદ્ધાએ કરેલા આક્ષેપની પ્રાથમિક તપાસ બાદ અંતે વોર્ડમાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતા હિતેષ વીનું ઝાલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે.

એ વોર્ડમાં ફરજ પરના તબીબો અને દાખલ દર્દીના નિવેદન લેવાશે
સિવિલની કોવિડમાં દુષ્કર્મની ઘટનામાં આરોપી હિતેષભાઇ વિનુભાઇ ઝાલા(ઉ.વ.39)(રહે.જામનગર રોડ,તોપખાના હરીજનવાસ -4 રાજકોટ)ની સધન પુછપરછ કરી આ ગુન્હામાં અન્ય કોઇ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ ? તેમજ કોવિડ -19 હોસ્પીટલમાં ભોગ બનનાર સાથે દાખલ પેસન્ટના નિવેદનો લેવામાં આવશે તેમજ ફરજ ઉપર રહેલ ડોક્ટર તથા સ્ટાફના નિવેદનો લેવામાં આવશે તેમજ ભોગબનનાર તથા આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવશે તેમજ એફ.એસ.એલ.ની મદદથી સધન તપાસ કરી પુરાવા મેળવી ધોરણસરની કાર્યવાહી કરવામાં અવાશે.

વૃદ્ધાએ આરોપીને ઓળખી બતાવ્યો
કોરોના વોર્ડમાં એક વૃદ્ધા સાથે માથું દબાવી આપવાના બહાને દુષ્કર્મ ગુજરાયું હતું આ બનાવમાં પ્ર. નગર પોલીસ મથકના પીઆઇ ચાવડાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વોર્ડમાં જેટલા ફરજ બજાવતા હતા તે તમામ કર્મચારીઓની યાદી મેળવી હતી.અને તમામને વૃદ્ધાની સામે રાખતા તેને આરોપીને ઓળખી બતાવ્યો હતો અને બનાવ સમયે તે વોર્ડમાં એટેન્ડન્ટ તરીકે હિતેશ ઝાલા નામનો કર્મચારી ફરજ પર હતો.જેથી પોલીસે તેને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે.

આ સમાચારને શેર કરો