વાંકાનેરમાં મુશળાધાર વરસાદ: કલાવડી, કણકોટ પથકમાં 8થી10 ઇંચ વરસાદ,નદીમાં આવ્યા પુર

વાંકાનેર આજે સાંજના ચાર વાગ્યા બાદ વાંકાનેર તાલુકાના કણકોટ કલાવડી પંથકમાં ભારે વરસાદ પડ્યો ના સમાચાર મળ્યા છે. અહીંયા બે અઢી કલાકમાં ૮ થી ૧૦ ઈંચ વરસાદ પડતા નદીમાં ભારે પૂર આવી ગયા છે.

વાંકાનેર તાલુકાના નવીકલાવડી પ્રતાપગઢ જુની કલાવડી કણકોટ ખેરવા કોટડા ગામ પીપળીયા વિક્રમ ગામોમાં ચાર વાગ્યા બાદ મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને સૂર્યાસ્ત થતાં આઠથી દસ ઇંચ વરસાદ પડ્યાના માહિતી મળી છે જેના કારણે નદીનાં પૂર આવ્યા છે ખાસ કરીને આસો નદીમાં ભારે પૂર આવ્યું છે.

આસોઇ નદીના નીચવાસના ગામમાં પાંચદ્વારકા, તીથવા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર અને પંચાસીયા ગામ લોકોએ આ નદીમાં પૂર આવવાની શક્યતા હોવાથી સાવચેત રહેવું.

આ ઉપરાંત વાંકાનેર તાલુકાના સમઢીયાળા મહીકા ભલગામ પીપળીયા રાજ, વણઝારા, વિગેરે ગામોમાં પણ સારો વરસાદ પડયો છે. આજના બપોર બાદ નો વરસાદ સમગ્ર તાલુકામાં હોવાની માહિતી મળી છે.

ચેતવણી

વાંકાનેર મીતાણા રોડ પર તીથવાના બોર્ડ પાસે આવેલા આસોઈ નદીના પુલ ઉપરથી અત્યારે એક મીટરથી વધુ પાણી વહી રહ્યું છે. પુલમાં ગાબડા પડી ગયાની માહિતી છે. જેથી પુલ ઉપરથી પાણી ઓછું થાય ત્યારે વાહનચાલકોએ સાવચેતી રાખવી આ પુલ પર મોટા ગાબડા પડી ગયા હોવાની શક્યતા છે. આવું તીથવા ગામના તાલુકા પંચાયતના સદસ્ય ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો
  • 290
  •  
  •  
  •  
  •  
  •  
    290
    Shares