Placeholder canvas

સૌરાષ્ટ્ર-કચ્છ વરસાદમાં દેશમાં ટોપ પર: સામાન્યની તુલનામાં 135 ટકા વરસાદ

દેશમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં પડયો છે, જે મુજબ આ ઝોનમાં સામાન્યની તુલનાએ 135 ટકા વધુ વરસાદ પડયો છે.

દેશમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે અને ચાલુ સપ્તાહનાં અંત સુધીમાં ચોમાસાની વિદાય શરૂ થવા લાગે તેવી સંભાવના છે. ચાલુ વર્ષે સમગ્ર દેશમાં સામાન્યથી સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં પડયો છે. ભારતીય હવામાન ખાતાનાં આંકડાઓ પ્રમાણે સાતમી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સામાન્યની તુલનાએ 8 ટકા વધુ વરસાદ પડયો છે. હવામાન ખાતું કહે છે કે ચોમાસાની વિદાય માટે સાનુકુળ વાતાવરણ રચાય રહ્યું છે અને 10થી16 સપ્ટેમ્બર વચ્ચે પશ્ર્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ શકે છે.

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં પડયો છે. આ ઝોનમાં સામાન્યની તુલનાએ 135 ટકા વધુ વરસાદ પડયો છે, જયારે ગુજરાતનાં બાકીના વિસ્તારનાં ઝોનમાં 13 ટકા વધુ પડયો છે. રાજય પ્રમાણે સમગ્ર ગુજરાતમાં સામાન્યથી 61 ટકા વધુ વરસાદ છે, જે સમગ્ર દેશમાં ટોચ પર છે. સમગ્ર દેશમાં સૌથી ઓછો વરસાદ રાજય પ્રમાણે નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણીપુરમાં 33 ટકાની વરસાદની ખાધ છે.

દેશમાં ચાલુ વર્ષે ઓગષ્ટમાં સામાન્યથી 27 ટકા વધુ વરસાદ પડયો હોવાથી સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં સામાન્યથી 8 ટકા વધુ બતાવે છે. ચોમાસાની વિદાયની સામાન્ય રીતે સપ્ટેમ્બરનાં બીજાથી ત્રીજા સપ્તાહમાં વિદાય થતી હોય છે. ભારતીય હવામાન ખાતાએ 96થી104 ટકાનાં વરસાદની આગાહી કરી હતી, પરંતુ વરસાદ સામાન્યથી વધુ પડયો છે. સરેરાશ સારા વરસાદને પગલે ખેતીને મોટી રાહત મળી છે. કોરોનાનાં સંકટમાં એક માત્ર કૃષિ ક્ષેત્રનો ગ્રોથ સારો દેખાય રહ્યો છે, જેને પગલે ઈકોનોમીનો ગ્રોથ પણ ધારણાં કરતાં ઓછો ઘટશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો