Placeholder canvas

ટંકારા તાલુકામાં અતિભારે વરસાદથી ખેડુતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન

હડમતિયા, સજનપર, લજાઈ, વિરપર, ઘ્રુવનગર, મેઘપર, હરબટીયાળી, ટંકારા, નશીતપર, રાજાવડલા જેવા અનેક ગામમાં તલનો પાક સાફ તેમજ મગફળી, કપાસ જેવા પાકને નુકસાન

By Ramesh Thakor -Hadmatiya

ટંકારા : ટંકારા તાલુકામાં તા. ૨૩ અને ૨૪ના રોજ અતિ ભારે વરસાદના રૌદ્ર સ્વરૂપથી ટંકારા તાલુકાના અનેક ગામ જળબંબાકાર થઈ ગયા હતા. સાથે જનજીવન પણ ખોરવાઈ જતા ખેડુતો પોતાના ખેતર ન જઈ શક્યા હતા. પણ જયારે તાલુકામા મેઘરાજાએ વિરામ લેતા જગતનો તાત પોતાના ખેતર જતા પાકની તારાજીના દ્રશ્યો સામે આવતા જ પોતાના પર તો જાણે આભ ફાટ્યું હોય તેમ લમણે હાથ દઈ ચિંતાતુર બનીને શોકમગ્ન બની ગયો હતો.

જગતના તાતે મોંઘા ભાવના બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના ખર્ચાઓ કરી પોતાનો પાક મહામુસીબતે ઉગાડ્યો હતો પણ અચાનક અતિભારે અમુક ગામોમાં ૨૪ કલાકનો ૨૦ ઈંચ જેવા વરસાદ પડવાથી વ્યાપક પ્રમાણમાં ખેતીવાડીમાં નુકશાન સામે આવ્યું છે. તલનો પાક સંપુર્ણપણે સાફ જોવા મળ્યો હતો. જયારે કપાસ, મગફળી જાણે આઈસોલેશન પર હોય તેમ ખેતરોમાં પાણી ભરાવાથી લીલા છોડ સુકાવા લાગી મુરજાયેલા જોવા મળ્યા હતા.

જોકે મામલતદાર કચેરીના વરસાદના આંકડા જોતા ખેડુતોને આ આંકડા અસમંજસ હોય તેમ લોકમુખે ચર્ચાનો વિષય બની ગયો છે. અમુક ગામના જાગૃત ખેડુતો પોતાની ગ્રામ પંચાયતમાં જ પંચરોજકામ કરાવી મામલતદારને પહોચાડવાનાં મુડમાં હોય તેમ જણાઈ રહ્યું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ જાહેર કરેલ કે ૪૮ કલાકમાં ૨૫ ઈંચ વરસાદ પડે તો ખેડુતોને પાકમાં થયેલ નુકશાનીનું વળતર મર્યાદા મુજબ આપી દેવાનું જો આ સર્વે વહેલી તકે કરવામાં આવે તો કૃષિક્ષેત્રે વ્યાપક નુકશાની બહાર આવે તેમ છે. આગામી દિવસોમા પણ વધુ વરસાદની આગાહીના પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો