Placeholder canvas

હળવદ: મોરબીથી ધંધુકાના ભડિયાદ પીરની દરગાહે જવા નીકળેલી પદયાત્રાનું સ્વાગત કરાયું.

By Nitin Vaghela હળવદ : ધંધુકામાં આવેલ ભડિયાદ પીરની દરગાહ ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હઝરત શહીદ મહેમુદશાહ બુખારીના ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધંધુકા ખાતે ઉર્ષમાં જવા માટે મોરબીથી મુસ્લિમ બિરદારો પગપાળા યાત્રાએ નીકળ્યા હતા અને આ પગપાળા યાત્રા હળવદના આંબેડકર ચોક ખાતે પહોંચતા અનુસૂચિત જાતિના લોકોએ મુસ્લિમ બિરદારોની યાત્રાનું સ્વાગત કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.

ધંધુકા ખાતે કોમી એકતાના પ્રતિક સમાન હઝરત શહીદ પીર મહેમુદશાહ બુખારી (ર.અ)નાં ઉર્ષમાં હાજરી આપવા માટે મોરબીથી મુસ્લિમ બિરાદરોની પગપાળા યાત્રા નીકળી હતી. આ પદયાત્રા આજે હળવદ પહોંચી હતી. જેમાં હળવદથી મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પદયાત્રા હળવદના ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલથી પસાર થઈ ત્યારે અનુસૂચિત જાતિ સમાજના લોકો તરફથી કોમી એકતાના પ્રતિક રૂપે પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ફુલહાર કરીને પદયાત્રા ભડિયાદ પીર (ધધુકા) માટે રવાનાં કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો