Placeholder canvas

હળવદનું આરોગ્ય કેન્દ્ર માંદગીના બિછાને! ડોક્ટરોની મહત્વની જગ્યા ખાલીખમ રહેતા રજૂઆત

By આરીફ દીવાન
ગુજરાતમાં માત્ર ને માત્ર વિકાસ કાગળ પર થતો હોય તેમ ગુજરાતની મોટાભાગની પ્રજા મહેસુસ કરી રહી છે. ત્યારે ગુજરાતના ઉદ્યોગ નગરી એવા મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રજાની પીડામાં રાહત થાય તેવા કાર્યમાં સતત નિષ્ફળ રહ્યું છે. મોરબી જિલ્લાના હળવદ આરોગ્ય કેન્દ્રમાં લોકોને મેડિકલ સારવાર આપવામાં જાણે ખુદ હોસ્પિટલ માંદગીના બિછાને હોય તેમ મોટા ભાગના લોકો અનુભવી મહત્વની જગ્યા એવી સ્ત્રી રોગ નિષ્ણાતની ખાલી જગ્યા ખાલી રહેવાથી મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે. જ્યારે મધ્યમ ગરીબ વર્ગના દર્દીઓ માટે આજની આ કારમી મોંઘવારીમાં ખાનગી ડોક્ટરોની સારસંભાળ લેવી પરવડે તેમ નથી.

ત્યારે વિકાસ લક્ષી સરકારના રાજમાં ગુજરાતમાં મોટા ભાગે વિકાસ કાગળો પર થતો હોય તેમ હળવદ ની સરકારી હોસ્પિટલોમાં લાંબા સમયથી અપૂરતા સ્ટાફને કારણે મધ્યમ ગરીબ વર્ગના દર્દીઓ ને મેડિકલ સારવાર લેવી કઠિન બની છે. જે ચૂંટણી ટાણે હથેળીમાં ચાંદ દેખાડતા નેતાઓ માટે ઘણી શરમ જનક વાત છે. મોટાભાગે પ્રજાલક્ષી કાર્યો માં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સદસ્યો સભ્યો પ્રજાહિત કાર્યોની સરકારમાં નેતાઓ સમક્ષ રજૂઆત કરવામાં નિષ્ફળ નિવડ્યા હોય જેના પરિણામે મોટાભાગની સરકારી હોસ્પિટલમાં સામાન્ય સારવાર લેવામાં હાલાકી પડી રહી છે.

જેથી કુદરતી આપત્તિજનક રોગચાળો કોરોના મહામારી જેવા વાયરસમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મોટાભાગના લોકો હેરાન પરેશાન છે, જે તે સમયે દિલાસો દેવામાં પણ ધારાસભ્ય સંસદસભ્ય અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ સભ્યો નિષ્ફળ નીવડયા હોય ત્યારે હાલ કોરોના હળવો પડયો છે તેવા સમયે ગુજરાતની મોટાભાગની સરકારી હોસ્પિટલમાં મહત્વના ડોક્ટરોની ખાલી જગ્યા ભરવામાં આવે તે દિશામાં ખરા અર્થમાં પ્રજાલક્ષી વિકાસ કાર્ય કરવું જોઈએ તેવી આજના ડિજિટલ ગુજરાતમાં લોક માંગ ઉઠવા પામી છે.

આ સમાચારને શેર કરો