Placeholder canvas

હળવદ:જયંતિ કવાડિયા પર ખેડુતનો આક્ષેપ માનગઢની 375 વીઘા જમીન પચાવી પાડી છે.

હળવદ તાલુકાના માનગઢ ગામે આઝાદી બાદ પાકિસ્તાન સ્થાયી થયેલા મુસ્લિમ ઘાંચી પરિવારની 375 વીઘા જમીન ખેડતા ખેડૂતોની જમીન જયંતિ કવાડિયાએ ખોટા વારસદારો ઉભા કરી પચાવી પાડી હોવાનો માનગઢના ખેડૂતોનો આક્ષેપ કર્યો છે.

રાજ્યના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ હળવદ તાલુકાના માનગઢ ગામની 375 વીઘા જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી કવાડિયા પર જમીન કૌભાંડના આક્ષેપ લાગતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદો બની ગયો છે.

ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ગામના મુસ્લિમ ઘાંચી પરિવારની જમીનને કવાડિયાએ પચાવી પાડી છે. જે ગામના ખેડૂતો આઝાદી બાદ ખેડતા હતા અને વીઘોટી પણ આપતા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ કવાડિયાએ આ જમીન ખોટા સોગંધનામા દ્વારા વારસદારો ઉભા કરી તેમના પરિવાર તેમજ મળતિયાઓના નામે કરી લીધી છે.

આ સમાચારને શેર કરો