હળવદ: દારૂના અડ્ડાઓ બંધ કરાવિને નશાખોરો-બૂટલેગરોનો ત્રાસ દૂર કરવા માંગણી

હળવદ: હળવદમાં ખુલ્લેઆમ ચાલતા દેશીદરૂના અડ્ડામાં દારૂડિયા અને બુટલેગરોના ત્રાસથી મહિલાઓ એટલી હદે ત્રાસી ગઈ છે કે, મહિલાઓને દેશી દારૂની બદીને દૂર કરવા રીતસર જંગે ચઢવું પડ્યું છે.

મહિલાઓએ આક્રોશ સાથે બળાપો ઠાલવ્યો હતો કે ,પોલીસને હપ્તાખોરીનૂ દુષણનું ગ્રહણ લાગ્યું છે તેથી પોલીસ પોતાની ફરજ નિષ્ઠા ભૂલી ગઈ છે ફાળો ઉઘરાવીને પોલીસને આપીશ પણ હવે પોલીસ આ દારૂની બદીને કડક હાથે ડામે તે જરૂરી છે. આ અંગે ફરિયાદ ઉઠી છે કે હળવદમાં પોલીસની હપ્તાખોરીના કારણે દારૂબંધી ખરેખર હાસ્યસ્પદ બની ગઈ છે.માત્ર દારૂબંધી કહેવા પૂરતી રહી છે.હળવદમાં દારૂબંધીનું ક્યાંય અસ્તિત્વ જ નથી.ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ધમધમે છે.

પોલીસ માત્ર કેસ દેખડવા માટે દરરોજ એકલ દોકલ પીધેલીયા સામે કેસ કરે છે.બાકી તો હળવદમાં ઠેરઠેર દેશીદારૂનું વેચાણ થાય છે. હળવદના ક્રિષ્ના પાર્ક સોસાયટીની સામે તો ખુલ્લેઆમ દેશીદરૂના ધમધમે છે .બુટલેગરો છડેચોક દારૂ વેચે છે.જેના કારણે દારૂડિયાઓની મહેફિલો જામે છે. હળવદમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મહિલાઓએ જંગે ચડી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2


આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •