Placeholder canvas

સાઉદી સરકારનો મહત્વનો નિર્ણય: હજયાત્રા-2020 વિદેશીઓ માટે કેન્સલ, પૂરા પૈસા પરત કરાશે.

ગયા વર્ષે દુનિયામાંથી 25 લાખ લોકોએ હજયાત્રા કરી હતી

સાઉદીના હજ મંત્રીએ કહ્યું- કોરોનાને લીધે આ વર્ષે મર્યાદિત સંખ્યામાં લોકોને મુસાફરી કરવાની છૂટ રહેશે

હજ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઘણા દેશોમાં વધતા ચેપને કારણે વિદેશીઓને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દરેક મુસ્લિમને જિંદગીમાં કમસેકમ એક વખત હજ્જ પડવાની તમન્ના હોય છે, મુસ્લિમો માટે હજયાત્રા ખૂબ જ મહત્વની હોય છે. આર્થિક રીતે સુખી સંપન્ન લોકો હજયાત્રામાં જતા હોય છે. જે મુસ્લિમ ભાઈઓ બહેનો હજ કરી આવે છે તેમને નસીબદાર માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સાઉદીય સરકારે વિદેશના લોકો માટે હજ્જ પર રોક લગાવી દેવામાં આવી છે.

સાઉદી અરેબિયાએ કોરોના સંક્રમણ રોકવા વિદેશી હજયાત્રીઓ પર રોક લગાવી છે. બીજા દેશોના માત્ર એ નાગરિકો જ હજ પઢી શકશે કે જેઓ પહેલેથી સાઉદીમાં હોય. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ જણાવ્યું કે સાઉદીના પ્રતિબંધના કારણે આ વર્ષે ભારતથી કોઇ હજ પઢવા નહીં જઇ શકે. અત્યાર સુધીમાં 2.13 લાખ અરજી મળી હતી, જે તમામ અરજદારોને પૂરા પૈસા પરત કરવાનું શરૂ કરી દેવાયું છે. ગત વર્ષે 2 લાખ ભારતીય મુસ્લિમો હજ પઢવા ગયા હતા. સાઉદીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,61,005 કેસ નોંધાયા છે અને 1,307 મોત થયાં છે.

સાઉદી અધિકારીઓએ કહ્યું કે આ નિર્ણય સોશિયલ ડિસ્ટન્સના નિયમોને કારણે લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, એક અંદાજ મુજબ આ વર્ષે 20 લાખથી વધુ લોકો મક્કા અને મદીના હજ માટે આવશે. જોકે, રોગચાળાને ધ્યાનમાં રાખીને, એવું માનવામાં આવતું હતું કે આ વર્ષે હજ્જને સંપૂર્ણપણે રદ થઇ શકે છે.

મુસ્લિમ સમુદાયમાં હજ યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હજ બાબતોના પ્રધાન મોહમ્મદ સાલેહ બેંતેને એપ્રિલમાં કહ્યું હતું કે, હજ્જ યાત્રિકોએ ટિકિટ બુકિંગમાં ઉતાવળ ન કરવી જોઈએ. ફેબ્રુઆરીમાં ઉમરા (હજ જેવું જ આયોજન)ને પણ બંધ કરવામાં આવ્યા હતા.

લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવશે
સાઉદીના હજ મંત્રાલયે જણાવ્યું હતું કે, વધી રહેલા રોગચાળા અને આવનારી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સંક્રમણને અટકાવી શકાય. જે લોકો મુસાફરી કરે છે તેમની સંપૂર્ણ સલામતીનું ધ્યાન રાખવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા અંગે પણ સુચનાઓ જારી કરવામાં આવી છે.

ભારતમાંથી આ વર્ષે 1.75 લાખ લોકો હજ જવાના હતા
હજ કમિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે લગભગ 1.75 લાખ મુસ્લિમ યાત્રાળુઓએ હજ જવા માટે મંજુરી મેળવી હતી. આમાંથી 1.25 લાખ લોકોએ હજ કમિટી મારફત રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જયારે અન્ય 50 હજાર લોકોએ પ્રાઈવેટ ટુર ઓપરેટર પાસે બુકિંગ કરાવ્યું છે. ભારતમાંથી હજયાત્રીઓ 25 જુને રવાના થવાના હતા.

સાઉદીમાં 1.61 લાખ કેસ છે
સાઉદી અરેબિયામાં કોરોનાના અત્યાર સુધીમાં 1.61 લાખ કેસ નોંધાયા છે. તેમાંથી 1.05 લાખથી વધુનો ઇલાજ કરવામાં આવ્યો છે અને 1,307 લોકો મૃત્યુ પામ્યા છે. ગયા અઠવાડિયામાં જ લોકડાઉન પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી છે.

ગુજરાત રાજ્ય હજ સમિતિ ની જાહેરાત 
ગુજરાત સમિતિ પ્રેસ રિલીઝમાં જણાવેલ છે કે મુંબઈ હજ કમિટી દરેક ઉમેદવારને પૂરેપૂરી રકમ કોઈપણ ચાર્જ કાપ્યા વગર એક મહિનાની અંદર ઉમેદવારના બેંક ખાતામાં સીધી પરત કરવામાં આવશે જેમના માટે કોઈપણ પ્રકારનું કેન્સેલેશન ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. ગુજરાત રાજ્ય હજ્જ સમિતિઍ વધુમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના મહામારીના કારણે મુંબઈ હજ કમિટીમાંથી પાસપોર્ટ મેળવવા વિલંબ થઈ શકે તેમ છે. જ્યારે મુંબઈ હજ કમિટી પાસેથી ગુજરાત રાજ્ય હજ કમિટીને તમામ હાજીઓના પાસપોર્ટ મળી જશે ત્યારે હાજીઓને તેમના પાસપોર્ટ પરત કરવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો