Placeholder canvas

વાંકાનેર ગુજકેટના પરિણામમાં જ્ઞાનગંગા સ્કૂલનો ડંકો: ટોપ-૩માં 5 વિધાર્થીઓ જ્ઞાનગંગાના

અવ્વલ અલીના, સેકન્ડ સાબીર અને ત્રીજા ક્રમે ત્રણ વિદ્યાર્થીઓ

વાંકાનેર: ગઈકાલે ધોરણ 12 સાયન્સના વિધાર્થીઓની લેવાતી ગુજકેટની પરીક્ષામાં જ્ઞાનગંગા સ્કૂલનો ડંકો વાગ્યો છે. વાંકાનેર ટોપ-૩ માં કુલ પાંચ વિદ્યાર્થીઓ આવ્યા છે અને આ પાંચે પાંચ વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે.

અવ્વલ અલીના:-
વાંકાનેરમાં ટોપ કરનાર અલીના શેરસીયા જેઓનો ખરેખર તો ગોલ નીટની એક્ઝામ છે, તેમને ગુજકેટની એક્ઝામ આપી હતી અને તેમને વાંકાનેરમાં ટોપ સ્થાન મેળવેલ છે. તેઓની નીટમાં સારા માર્ક્સ મેળવીને ડોક્ટર બનવાની ઈચ્છા છે.

સેકન્ડ સાબિર :-
વાંકાનેર કેન્દ્રમાં સેકન્ડ સ્થાન મેળવનાર સાબિર માથકીયા છે. તેમનો પણ ગોલ નિટ છે, તેઓ નિટમાં સારા માર્કસ મેળવીને ડોક્ટર બનવાની ઈચ્છા છે.

ત્રીજા ક્રમે ત્રણ વિધાર્થીઓ:-
ગુજકેટની પરીક્ષામાં વાંકાનેર કેન્દ્રમાં ત્રીજા સ્થાને કુલ ત્રણ વિદ્યાર્થીઓ આવેલા છે, આ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ પટેલ કૃતિ હરેશભાઇ, ડાભી રાહુલ હેમુભાઇ અને કારેલીયા અશ્વીન મનસુખભાઇને સરખા માર્કસ છે. જેથી બીજા સ્થાને કુલ ત્રણ વિદ્યાર્થીઓને સ્થાન મળેલ છે.

આમ ગઇકાલે જાહેર થયેલ ગુજકેટના પરિણામમાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓએ આખું વર્ષ જ્ઞાનગંગા સ્કૂલના શિક્ષકોના શિક્ષણ અને માર્ગદર્શનથી સખત મહેનત કરીને ખૂબ સારું પરિણામ મળવેલ છે. જ્ઞાનગંગા સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. ટોપ-૩માં કુલ પાંચ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે અને એ પાંચે પાંચ વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં જ્ઞાનગંગા સ્કૂલ હંમેશા અવ્વલ સ્થાને રહી છે. ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 સાયન્સ, ગુજકેટનું કે પછી નિટનું પરિણામ આવે આ તમામ પરિણામોમાં છેલ્લા એકાદ દાયકાથી વાંકાનેરના ટોપટેનમાં જ્ઞાનગંગા સ્કૂલના નામે સર્વાધિક અને ગુણવત્તા સભર હીસો હોય છે. આ મહત્વનું સ્થાન મેળવવા માટે જ્ઞાનગંગા સ્કૂલનું મેનેજમેન્ટ શિક્ષકો પાસે ખૂબ આયોજનબધ્ધ શૈક્ષણિક કાર્ય કરાવે છે અને વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડીને તેઓ માં રહેલી તમામ શક્તિનો ઉપયોગ કરાવીને આખું વર્ષ મહેનત કરાવે છે, પરિણામે ખૂબ સારું પરિણામ મેળવી શકે છે. જેથી જ્ઞાનગંગા સ્કૂલ દર વર્ષે બોર્ડ દ્રારા લેવાતી દરેક પરીક્ષામાં ખૂબ સારું પરિણામ મેળવે છે અને એથી જ વાંકાનેરના વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના સંતાનને જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરાવવાની ઈચ્છા અને આગ્રહ રાખે છે.

આ સમાચારને શેર કરો