Placeholder canvas

વાંકાનેર: પીપળીયા રાજની વિદ્યાર્થીની ગુલિસ્તા શેરસીયાએ PGDCAમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 8મો ક્રમ મેળવ્યો

ગુલિસ્તા શેરસિયાએ પીજીડીસીએ સેમ-2 (અંગ્રેજી માધ્યમ)માં યુનિવર્સિટીમાં આઠમો અને રાજકોટની એચ એન શુક્લા કોલેજમાં ચોથો ક્રમ મેળવ્યો

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની વિદ્યાર્થીની શેરસિયા ગુલિસ્તા અબ્દુલરહીમભાઈએ પીજીડીસીએ સેમ-૨ ( અંગ્રેજી માધ્યમ) માં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઠમો અને રાજકોટની એચ એન શુક્લા કોલેજમાં ચોથા ક્રમ મેળવેલ છે.

ગુલિસ્તા રાજકોટની એચ એન શુક્લા કોલેજમાં અંગ્રેજીમાં માધ્યમમાં અભ્યાસ કરતી હતી તેઓને તાજેતરમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એચ એન શુક્લા કોલેજના સયુંકત ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમમાં આ પદવી આપવામાં આવી હતી. જેમાં તેઓ એચ એન શુક્લા કોલેજમાં ચોથો ક્રમ અને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઠમો ક્રમ મેળવેલ છે.

ગુલિસ્તા શેરસિયા પીપળીયારાજ ગામની અને વાંકાનેરનું ગૌરવ એવી સ્વરાજ ડેરીમાં માર્કેટિંગ સંભાળતા સિરાજભાઈ શેરસિયાના બહેન છે. ગુલીસ્તા શેરસિયાએ પીપળીયારાજ ગામ, મોમીન સમાજ અને સમગ્ર વાંકાનેર તાલુકાનું ગૌરવ વધારેલ છે.

ગુલિસ્તા શેરસીયાએ મેળવેલી આ સફળતા બદલ કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન અને ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી માટે શુભેચ્છાઓ…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો