Placeholder canvas

જાણો કોણ છે, ગુજરાતના નવા ‘નાથ’

અત્યંત મૃદુભાષી ભૂપેન્દ્ર પટેલ 2017માં પહેલી જ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા અને 1લી ટર્મમાં જ CM બન્યા.

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી…

અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની આદત મુજબ છે ફરી એકવાર સરપ્રાઈઝિંગ એલિમેન્ટ જાળવી રાખતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. માત્ર 12 ધોરણ પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. ત્યારે ચાલો જાણીએ આ કોણ છે ગુજરાતના નવા નાથ.

મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ એ મુખ્ય ખાસિયત
2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા
પહેલી જ ચૂંટણીમાં જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ હતી. તેઓ મેમનગર નગરપાલિકાના ચેરમેન બન્યા અને તે પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન બન્યા હતા. હવે તેઓ ગુજરાતના બાવીસમાં મુખ્યમંત્રી બન્યા છે. હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી., વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગરના ટ્રસ્ટી., સ્કુલ બોર્ડ અમદાવાદના ૨૦૦૮-૧૦ સુધી ચેરમેન રહ્યા હતા., ૧૯૯૫-૯૬ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે., અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ૨૦૧૦-૧૫ સુધી ચેરમેન રહી ચૂક્યા છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/EfnoLFUsEBV7FgeptmDR2F

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો