Placeholder canvas

રાજકોટ સહિત ગુજરાતની ચાર કોરોના ટેસ્ટ લેબ તૈયાર પણ કેન્દ્રની મંજુરીની રાહ

રાજકોટ: ગુજરાતમાં કોરોના પોઝીટીવથી વધી રહેલી સંખ્યા તથા શંકાસ્પદ કેસોની પણ ચિંતા વચ્ચે રાજય સરકારે રાજકોટ સહિતના ચાર મહાનગરોમાં કોરોના ટેસ્ટીંગની લેબોરેટરી તૈયાર રાખી છે. પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી નહી મળતા તેને ચાલુ કરી શકાઈ નથી.

કોરોનામાં રાજયમાં શંકાસ્પદ કેસોની સંખ્યા સતત વધશે તેવી ઝડપી ટેસ્ટીંગ કોરોનાનો ઈલાજ ઝડપથી કરી શકાય છે. હાલ અમદાવાદ-જામનગરમાં જ આ સુવિધા છે તો રાજકોટ-ભાવનગર-વડોદરા-સુરતમાં ચાર નવી લેબમાથી ભાવનગર સિવાયની લેબ તૈયાર છે. રાજકોટની સરકારી હોસ્પીટલમાં આ સુવિધા છે.

રાજય સરકારે તા.6 માર્ચના આમાટે કેન્દ્ર પાસે મંજુરી માંગી છે પણ હજું તે મળી નથી. અમદાવાદ-જામનગરમાં કુલ 189 સેમ્પલ ટેસ્ટ થયા છે. જેમાં આઠ પોઝીટીવ છે. 34ના સેમ્પલ હજુ ટેસ્ટીંગ બાકી છે પણ આ બન્ને લેબમાં ટેસ્ટીંગની કામગીરી અત્યંત ધીમી થઈ રહી છે. ઉપરાંત ગુજરાતના રીપોર્ટ પછી પુનાની ઈન્સ્ટીટયુટમાં ક્નફર્મેશન માયે મોકલવામાં આવે છે.

કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…

-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ

આ સમાચારને શેર કરો