Placeholder canvas

બુલેટ ટ્રેન પહેલાં ગુજરાતને મળી ખાસ તેજસ ટ્રેનની ભેટ

આગામી નવેમ્બર માસથી અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે. એટલે કે, ગુજરાતને બુલેટ ટ્રેન મળે તે પહેલા સુપરફાસ્ટ તેજસ ટ્રેનની ભેટ મળશે.

સુપરફાસ્ટ તેજસ ટ્રેન નવેમ્બર માસથી દોડશે. ભારતીય રેલવેના 166 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ખાનગી ટ્રેન દોડશે. માત્ર 6થી 7 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેશે.તેજસ ટ્રેન અમદાવાદ આવી પહોંચી છે. ટૂંક સમયમાં તેજસ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે. ભારતમાં પીપીપી ધોરણે બે ટ્રેન દોડશે. જેમાં એક અમદાવાદથી મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન દોડશે. 200ની સ્પીડે ટ્રેન દોડશે. જેમાં વડોદરા અને સુરત બે જ સ્ટોપેજ આવશે. તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે. ટિકિટથી લઈ તમામ સુવિધા IRCTC આપશે. તેજસ ટ્રેન એક સપ્તાહમાં 5 દિવસ દોડશે. 6.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે.

તેજસ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, સીટ પર એલસીડી સ્ક્રીન, સીસીટીવી, દરેક કોચમાં ચા-ફોફી માટે વેંડિંગ મશીન અને મનપસંદ ભોજન પણ મળશે. આ ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે આઈઆરસીટીસી સ્ટાફ રહેશે. જો કે આ ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.મહત્વપૂર્ણ છે કે રેલ્વે મંત્રાલય અને આઈઆરસીટીસી વચ્ચે સમજૂતી થઈ છે. આ જવાબદારી આઈઆરસીટીસીને ત્રણ વર્ષ માટે આપવામાં આવી છે. આ ટ્રેનમાં શરૂઆતમાં 12 કોચ હશે. આઈઆરસીટીસી ટ્રેનમાં પાર્સલ-સામાનની બુકિંગમાં પણ જાહેરાતો મૂકી શકશે..

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

આ સમાચારને શેર કરો