Placeholder canvas

ગુજરાતમાં આજથી બે સપ્તાહ સુધી શૈક્ષણિક કાર્ય બંધ…

ધોરણ 10 અને 12 તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાશે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૨૩મી માર્ચ પછી ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. જેમની હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે.

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દિલ્હી,કર્ણાટક,મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ય રાજ્ય સરકારે કોરોના વાયરસના વધતાં પ્રભાવને જોતાં આવતીકાલથી બે સપ્તાહ સુધી આખાય રાજ્યમાં તમામ શાળા-કોલેજો ઉપરાંત આંગણવાડીઓ બંધ રાખવા નિર્ણય કર્યો છે. માત્રા શાળા-કોલેજો જ નહીં,રાજ્યભરમાં મલ્ટીપ્લેક્સ-થિયેટરો ઉપરાંત સ્વિમીંગ પુલો પણ બંધ રાખવા સરકારે આદેશ કર્યો છે. ધાર્મિક સંસ્થાઓને પણ ધાર્મિક કાર્યક્રમો હાલપુરતા ન યોજવા અપીલ કરવામાં આવી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

એક પણ કેસ પોઝીટીવ નહીં પણ સતર્કતા જરૂરી

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એકેય પોઝીટીવ કેસ નોંધાયો નથી ત્યારે રાજ્ય સરકારે કોરોના વાયરસના વધતા જતાં પ્રભાવને પગલે શાળા-કોલેજો,મોલ, થિયેટરો બંધ રાખવા નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ જણાવ્યું હતું કે,ગુજરાતમાં કોરોના વાયરસની તકેદારી અને સાવચેતીના ભાગરૂપે કેટલાક મહત્વના નિર્ણય કર્યાં છે. તા.16 માર્ચથી 31મી માર્ચ સુધી રાજ્યભરની શાળા-કોલેજો બંધ રહેશે. બે સપ્તાહ સુધી શાળા-કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રહેશે. જોકે,શિક્ષકો સહિતના સ્ટાફ નિયમિત રીતે શાળા-કોલેજમાં હાજર રહેશે.

10-12ની પરીક્ષા સિવાય આ વ્યવસ્થાઓ બંધ

આ ઉપરાંત રાજ્યમાં બધાય ટયુશન કલાસિસો પણ બંધ રાખવામાં આવશે.આંગણવાડીઓને બંધ રાખવા સરકારે આદેશ કરી દીધો છે. રાજ્ય શિક્ષણ વિભાગ સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરીને શાળા-કોલેજોને સૂચના આપશે. જોકે, હાલમાં ધો.10-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે તે યથાવત રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં મોલ્સ,મલ્ટીપ્લેકસ થિયેટરો ઉપરાંત સ્વિમીંગ પુલો પણ બંધ રાખવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે. થિયેટરો પણ 29મી માર્ચ સુધી બંધ રાખવા સૂચના આપી દેવાઇ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ને પણ અસર…

આજથી ૩૧મી માર્ચ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં દરેક ભવનમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જોકે સ્ટાફને હાજરી આપવાની રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ જે તારીખ ૧૨મી માર્ચથી શરૂ થઈ છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે જ્યારે તારીખ ૨૩મી માર્ચ પછી થી શરૂ થતી તમામ પરિક્ષાઓ રદ કરવામા આવી છે જેમની હવે પછીથી નવી તારીખો જાહેર કરવામાં આવશે. વધુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ સચિવે જણાવ્યું છે કે રાજ્ય સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવશે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને અસર કરતા રહેશે…

નમસ્તે કરો…

ધાર્મિક સંસ્થાઓને પણ રાજ્ય સરકારે અત્યારે બે સપ્તાહ સુધી ધાર્મિક મેળાવતા ન યોજવા અપીલ કરી છે. રાજ્ય સરકારે પણ વર્કશોપ,સેમિનાર ઉપરાંત સરકારી કાર્યક્રમો રદ કરી દીધા છે. સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવા અપીલ કરી છે. આ ઉપરાંત હાથ મિલાવવાને બદલે માત્ર નમસ્તે કરવા પણ અપીલ કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગે કોરોના વાયરસન લઇને જનજાગૃતિના કાર્યક્રમો પણ શરૂ કરી દીધાં છે. આમ, ગુજરાતમાં આવતીકાલથી શાળા,કોલેજો,આંગણવાડી ઉપરાંત મલ્ટીપ્લેકસ િથયેટરો બંધ રહેશે.

જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ, જો કોઇ થૂંકશે તો રૂા.500 દંડ થશે

ખાંસી,શરદી અને તાવના લક્ષણો સાથે કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી જાહેરમાં થુંકે તો, આ વાયરસ વધુ પ્રસરી શકે છે. આ સંભાવનાને જોતાં ગુજરાત સરકારે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ લાદી દીધો છે. જો કોઇ વ્યક્તિ જાહેરમાં થુંકશે તો તેને રૂા.500 દંડ ફટકારવામાં આવશે. રાજ્ય સરકારે મ્યુનિ.કોર્પોરેશન, નગરપાલિકા ઉપરાંત સૃથાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જાહેરમાં થુંકનારા સામે પગલાં લેવા કડક સૂચના આપી દીધી છે. ગુજરાત સરકારે કોરોના વાયરસ પ્રસરે નહી તે માટે શક્ય તમામ પ્રયાસો હાથ ધર્યાં છે ત્યારે ગુજરાત માટે સારા સમાચાર છેકે, ગુજરાતમાં અત્યાર સુધી એકેય કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાયો નથી.

આ સમાચારને શેર કરો