Placeholder canvas

ગુજરાત ક્રિકેટ એશોસીએશનની સામાન્ય સભામાં નિર્ણય:ધનરાજ નથવાણી ઉપપ્રમુખ

આજે અમદાવાદમાં ગુજરાત અમદાવાદમાં ગુજરાત ક્રિકેટ ઍસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં GCAના ઉપપ્રમુખ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ ધનરાજ.પી. નથવાણીની નિમણૂક થઈ જ્યારે જોઇન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ખજાનચી તરીકે ભરત ઝવેરીની નિમણૂક થઈ હતી.

ધનરાજ નથવાણી સ્પોર્ટ્સ, વાઇલ્ડલાઇફ અને ટ્રાવેલ જેવા વિષયોમાં ખૂબ રુચિ ધરાવે છે. તેઓ ગુજરાત સ્ટેટ ફૂટબોલ ઍસોસિયેશનના પ્રમુખ, દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ, ગુજરાત સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના સભ્ય, બોર્ડ ઑફ ગવર્નર્સ ઑફ ગુજરાત ઇકોલૉજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (જી.ઇ.ઇ.આર.)ના સભ્ય, ગુજરાત લૉ સોસાયટી (જી.એલ.એસ.) યુનિવર્સિટી, અમદાવાદના ગવર્નિંગ બોર્ડના સભ્ય, વડોદરા મેરેથોનના બોર્ડ મેમ્બર, વાય.પી.ઓ. સભ્ય, અને એન્ટરપ્રેન્યોર્સ ઓર્ગેનાઇઝેનના ગુજરાત ચેપ્ટરના સભ્ય છે.

ધનરાજ નથવાણીએ રીજેન્ટ્સ બિઝનેસ સ્કૂલ, લંડનમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ડિગ્રી પ્રાપ્ત કરી છે અને તેમણે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ મૅનેજમૅન્ટમાંથી કોર્પોરેટ લૉ એન્ડ પબ્લિક રિલેશન્સ મૅનેજમૅન્ટ વિષય સાથે એમ.બી.એ. કર્યું છે.

ધનરાજ નથવાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ, કંપનીના મહારાષ્ટ્ર, દિલ્હી, જામનગર અને વડોદારના કોર્પોરેટ અફેર્સ વિભાગનો હવાલો સંભાળે છે. તેઓ રિલાયન્સ ગ્રૂપ સપોર્ટ સર્વિસીસના બોર્ડમાં ડાયરેક્ટર પણ છે, જેમાં તેઓ જામનગર અને વડોદરા મૅન્યુફૅક્ચરિંગ ડિવિઝન તેમજ જિયોનાં ગુજરાતની સામાજિક ઉત્તરદાયિત્વ (સી.એસ.આર.) કાર્યોની દેખરેખ રાખે છે.

તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મૅન્યુફૅક્ચરિંગ ડિવિઝન અને વડોદરા મૅન્યુફૅક્ચરિંગ ડિવિઝનનાં કાર્યોનો હવાલો સંભાળે છે. તેઓ કંપનીના આ બંને મૅન્યુફેક્ચરિંગ ડિવિઝન ઉપરાંત ગુજરાતમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમના 4-જી પ્રોજેક્ટની નોન-ટેકનિકલ બાબતો સિવાયના ફાયનાન્સ એન્ડ ઍકાઉન્ટ્સ, પ્રૉક્યોરમેન્ટ એન્ડ કૉન્ટ્રાક્ટ્સ, હ્યુમન રીસોર્સીસ, ઇન્ફોર્મેશન ટૅકનૉલૉજી, સિક્યોરીટી, કોર્પૉરેટ અફેર્સ ડિપાર્ટમેન્ટ અને સી.એસ.આર. પ્રવૃત્તિઓ સંભાળે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો