Placeholder canvas

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીનું ₹ 191 કરોડમાં ખરેદેલુ વિમાન અમદાવાદ આવી પહોચ્યુ.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે રૂપિયા 191 કરોડ રૂપિયાનું ખરીદવામાં આવેલુ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યુ હતું. વિજય રૂપાણીનું આ વિમાન સુરક્ષિત રીતે અમદાવાદ એરપોર્ટ પર ગુજ સેલ હેંગરમાં પાર્ક કરવામાં આવ્યુ છે. હવે વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા અન્ય VVIP વિમાનનો ઉપયોગ કરી શકશે.

ગુજરાત સરકારે 20 વર્ષ બાદ નવુ એર ક્રાફ્ટ ખરીદ્યુ છે. નવું પ્લેન ખરીદવાની જરૂરીયાત હોવાથી સરકારે નવુ એરફ્રાફ્ટ ખરીદ્યુ છે. અમેરિકી ઈનોવેટર બિલ લિયરે આ બિઝનેસ ચાર્ટરનું પ્રથમ વખત નિર્માણ કર્યું હતું. આ ચેલેન્જર સિરીઝનું પાંચમું એરક્રાફ્ટ છે, જે અત્યાધુનિક સુવિધાઓથી સજજ હોવાની સાથે 12 યાત્રીઓને લઈને એક વખતમાં લગભગ 7000 કિમી લાંબી યાત્રા કરી શકે છે. તેની સ્પીડ 870 કિમી પ્રતિ કલાક છે. ગુજરાતની ભાજપ સરકારે આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રૂ.191 કરોડના નવા વિમાનની ખરીદી કરી છે.

આ સમાચારને શેર કરો