વાંકાનેર : GRD જવાને મોબાઈલ મૂળ માલિકને પહોંચાડી ઈમાનદારી દાખવી

વાંકાનેર : પોલીસ પ્રજાના હિત માટે ફરજ નિભાવતી હોય છે. અને ક્યારેય અન્ય કોઈ રીતે પણ જનતાને ઉપયોગી થતી હોય છે. એવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેર તાલુકાના જી.આર.ડી. જવાને પોતાને મળેલ મોબાઈલ મૂળ માલિકને પહોંચાડી ઈમાનદારી દાખવી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી. તરીકે ફરજ નિભાવતા અને વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની મયુરસિંહ રઘુવીરસિંહ ઝાલાને રાજકોટ જિલ્લાના સૂર્યરામપરા પાસેથી મોબાઈલ મળી આવેલ હતો. આ મોબાઈલ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા લાલાભાઇ દીપકભાઈ દવેનો હતો. આ મોબાઈલ પોતાને મળેલ છે, તેવી જાણ મયુરસિંહે મોબાઈલના મૂળ માલિક લાલાભાઇને કરેલ હતી. આથી, લાલાભાઇએ જી.આર.ડી. ઓફિસેથી મોબાઈલ પરત મેળવ્યો હતો. આમ, વાંકાનેર તાલુકાના જી.આર.ડી. જવાને પ્રામાણિકતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું..

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •