Placeholder canvas

હાર્દિક પટેલની ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક

ગાંધીનગર: હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કૉંગ્રેસ પાર્ટી દ્વારા હાર્દિક પટલને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. આ સિવાય કૉંગ્રેસે ત્રણ જિલ્લા પ્રમુખોની પણ નિમણૂંક કરી છે, જેમાં મહેન્દ્રસિંહ એચ પરમારને આણંદના પ્રમુખ, ધારાસભ્ય આનંદ ચૌધરીને સુરતના અને યાસીન ગજ્જનને દેવભૂમિ દ્વારકાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવા પર કૉંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને રાજીવ સાતવે શુભેચ્છા પાઠવી છે.

આ સમાચારને શેર કરો