Placeholder canvas

Good News: કાલે આકાશ ચોખ્ખું અને પવન મધ્યમ રહેશે.

આવતી કાલે ઉત્તરાયણનો પર્વ શરૂ થવાનો છે ત્યારે આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડ્યા છે. ત્યારે પતંગરસિયાઓ અને ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા 24 કલાક બાદ આકાશ સ્વચ્છ થઇ જશે અને પવન પણ મધ્યમ પ્રમાણમાં રહેશે. જેનાથી પતંગરસિયાઓને પતંગ ચગાવવામાં કોઇ મુશ્કેલી નહીં પડે.

આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. આ સાથે જામનગર, પડધરી, દ્વારાકા સહિતના પંથકમાં ધીમી ધારે અને મોરબીમાં ઝાપટુ વરસાદ પડતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે અને પતંગરસિયાઓનો મૂડ પણ ખરાબ થયો છે. ત્યારે હાલ જીરૂ, ચણા, ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોય નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આ સાથે હવામાન ખાતા કહ્યું છે કે, આવતી કાલે આકાશ સ્વચ્છ થઇ જશે. બે દિવસ ઠંડી ઓછી રહેશે જ્યારે ગુરૂવારથી ફરીવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.

આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા.

આ સમાચારને શેર કરો