Placeholder canvas

વાંકાનેર માટે રાહતના સમાચાર: કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા.

વાંકાનેરમાં કોરોના પોઝીટીવ દર્દી આવ્યા બાદ દર્દીના સંપર્કમાં આવેલ ૧૪ સહીત ગઈકાલે ૧૬ વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા જે તમામ ૧૬ રીપોર્ટ આજે નેગેટીવ આવતા તંત્રને હાશકારો થયો છે.

વાંકાનરના અરુણોદય સોસાયટીમાં રહેતા જીતુભા ઝાલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલ ડોક્ટર, લેબોરેટરી સ્ટાફ સહિતના લોકોના સેમ્પલ લેવાયા હતા જે નેગેટીવ આવ્યા હોય અને ગઈકાલે દર્દીના નજીકના સંપર્કમાં હોય તેવા લોકો, પરિવારના સભ્યો સહિતના ૧૪ વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા તે ઉપરાંત મોરબીના અણિયારીના ૨૫ વર્ષની મહિલામાં શંકાસ્પદ લક્ષણો દેખાતા મોરબી સિવિલમાં દાખલ કરીને સેમ્પલ લેવાયા હતા તે ઉપરાંત બરવાળાના યુવાનનું ફરીથી સેમ્પલ લેવાયું હોય એમ કુલ ૧૬ સેમ્પલ લેવાયા હતા જે તમામ રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રને હાલ પુરતી રાહત મળી છે.

આમ વાંકાનેર પ્રથમ પોઝિટિવ કેસ જાહેર થયા બાદ તેમના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા તબીબી સ્ટાફ નો રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય તંત્ર અને સમગ્ર વાંકાનેર રાહતનો શ્વાસ લીધો છે. જિતુભાની તબિયત પણ નોર્મલ હોવાની માહિતી મળી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો