Placeholder canvas

ટંકારામા હોમગાર્ડ જવાને અકસ્માતમાં ધાયલને ઉચકી એમ્બ્યુલન્સમા બેસાડી માનવતા મહેકાવી.

By Jayesh Bhatasna -Tankara

અકસ્માતે ધાયલ થયેલ યુવાન ના કુટુંબી દોડધામ કરતા ફરજ પરના હોમગાર્ડ જવાને હોસ્પિટલમાં દોડી જઈ ખાખી ની ખુમારી દાખવી. લેડી ઈન્સ્પેક્ટર સહીતા તમામ જવાનો એ કામગીરી બિરદાવી

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના ઉગમણા નાકા પાસે કોરોના વાઈરસને પગલે લોકડાઉન નુ પાલન કરાવવા ફરજ પર રહેલા જયદેવભાઈ રાવળ એ અચાનક દેકારો ને દોડધામ સાથે નિકળેલા પરીવાર ને પુછપરછ કરતા ધુવનગર પાસે CNG રિક્ષા પલ્ટી ખાઈ જતાં પુત્ર ધાયલ થયા નુ જાણવા મળતા તાત્કાલિક કુટુંબી સાથે ટંકારા દવાખાને દોડી આવ્યા હતા.

જયા રીક્ષા ચાલક ધર્મેન્દ્ર ભરતભાઇ મિયાત્રા ને માથા ના ભાગે અને હાથ પગ ને પિઠ પર ઈજા પહોંચી હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા ના હોય હોમગાર્ડ જવાને તાત્કાલિક હાથે થી ઉચકી એમ્બ્યુલન્સ ગાડી મા બાથ મા ઉચકી બેસાડી ખાખી ની ખુમારી અને માનવતા મહેકાવી હતી. આ કાર્ય ની ટંકારા મહીલા ફોજદાર એલ બી બગડા એ જવાન ને બોલાવી હોસલાજાઈ કર્યો હતો તદ્ઉપરાંત પોલીસ જવાનો. હોમગાર્ડ જીઆરડી. અને ટંકારા વાસી એ પણ આ કામગીરી ને બીરદાવી હતી.

ધાયલ ધર્મેન્દ્ર ભાડે ની રીક્ષા ચલાવતો હોય લોકડાઉન થતા એક મહીના થી ફેરી બંધ હોય આજે મોરબી માલીક ને CNG પરત આપવા જતી વખતે અકસ્માત સર્જાયો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો