Placeholder canvas

હેલ્મેટ માટે તૈયાર રહેજો: CM રૂપાણી કહે છે, હેલ્મેટનો કાયદો સ્થગીત કર્યો છે, રદ નહી..!!

હેલમેટના ટોપા પહેરવા ફરી પાછી તૈયારી કરી લેજો અને જો હજુ સુધી ખરીદયો ન હોય તો ખરીદી લેજો જેથી કાળા બજારમાં લેવો ન પડે કેમકે હેલ્મેટ ફરજીયાતનો કાયદો ફરી આવી શકે તેવા સંકેત ખુદ સી.એમ રુપાણી આપ્યા છે. સેફટી કાઉન્સીલે હેલ્મેટ ફરજીયાતના નિયમ અંગે અપાયેલી છુટછાટનો પ્રશ્ર્ન પૂછતા જ રાજય સરકાર ભીંસમાં આવી ગઈ છે જેથી કાયદો ફરી પાછો આવે તેવા સંકેત મળી રહ્યા છે. સ્થાનિક ચૂંટણીના વર્ષમાં હેલ્મેટ ફરજીયાતથી ભાજપ માટે ચિતા સર્જી શકે છે.

ગુજરાતમાં દ્વીચક્રી વાહનોના ચાલક માટે હેલ્મેટ ફરજીયાત કરવાના નિર્ણય સામે રાજયમાં ભારે આક્રોશ સર્જાયા બાદ સુપ્રિમ કોર્ટ નિયુક્ત કમીટીએ શા માટે હેલ્મેટ ફરજીયાતનો નિર્ણય પાછો ખેંચ્યો છે. તેઓ રાજય સરકાર પાસે જવાબ માંગતા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવુ નિવેદન કર્યુ છે કે સરકારે હેલ્મેટ કાયદો રદ કર્યો નથી પણ સ્થગીત કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિવેદનના કારણે રાજયમાં હેલ્મેટ ફરજીયાતનો કાનૂન ફરી એકશનમાં આવી શકે છે. રોડ સેફટી કાઉન્સીલે મહાપાલિકા, નગરપાલિકા સહિતના વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવાની સરકારની જાહેરાત સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે અને મુખ્ય સચિવ અનિલ મુકીમ પાસે ખુલાસો પુછયો છે. આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યોગ્ય ખુલાસો ચીફ સેક્રેટરી મોકલી આપશે. રાજય સરકારે હેલ્મેટનો કાયદો સ્થગીત કર્યો છે રદ કર્યો નથી. ગુજરાતમાં ફરજીયાત હેલ્મેટને કારણે લોકોના આક્રોશથી રાજય સરકારે કરેલી પીછેહઠ તેના માટે હવે મુશ્કેલી ઉભી કરી રહી છે.

અત્રે નોંધનીય છે કે નગરપાલીકા અને મહાનગરપાલિકામાં વિસ્તારોમાંથી હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાના સરકારના આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જવાબ માંગવામાં આવ્યો છે. પરિણામે આ કાયદો હવે ગમે તે ઘડીએ સરકાર દ્વારા અમલમાં આવશે તેવી શકયતાઓ પ્રબળ બની રહી છે તો બીજી તરફ મુખ્યમંત્રીના નિવેદન બાદ હેલ્ધી ચર્ચા ચકડોળે ચઢી છે. ત્યારે આવનાર દિવસોમાં હેલ્મેટ પહેરવાનો મામલો ફરજીયાત બનો અને કાયદાનું ફરજીયાત અમલીકરણ કરવું પડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો