Placeholder canvas

વાંકાનેર: ખ્વાજા ગરીબ નવાઝની વિરુદ્ધ અઘટિત ટીપ્પણી કરનાર અમીશ દેવગણ વિરુદ્ધ ફરીયાદ

ભારતમાં કોમી એકતાના પ્રતિકસમા શહેનશાહ-એ-હિન્દુસ્તાન હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર આજે પણ દરરોજ દરેક ધર્મને માનનારા આસ્થા સાથે હાજરી આપે છે. અજમેરમાં ૪૦ ટકા કે તેથી વધુ શ્રદ્ધાળુઓ બિનમુસ્લિમ હોય છે. જેથી જ ખ્વાજા ગરીબ નવાજ ની દરગાહ કોમી એકતાનું સ્થળ ગણવામાં આવે છે. ખ્વાજા ગરીબ નવાજની બાબતે એક ટીવી ચેનલના પત્રકાર ભાન ભૂલીને આ સૂફી સંતની ગુસ્તાખી કરી અભદ્ર ટિપ્પણી કરી હતી.

ગત તારીખ 15 ના રોજ 7:30 વાગ્યે news18 india ટીવી ચેનલ પર લાઇવ ડિબેટ કાર્યક્રમ ‘આરપાર મેં આજ સબસે નઇ બહસ’ દરમ્યાન આ ટીવી ચેનલના એન્કર અમીશ દેવગણ દ્વારા ભારતની કોમી એકતાના પ્રતીક અને કરોડો હિન્દુ-મુસ્લિમોની આસ્થાના પ્રતીક સમાન હઝરત ખ્વાજા ગરીબ નવાઝ (અજમેર) વિરુદ્ધ અઘટિત ટિપ્પણી કરવામાં આવી હતી જેનાથી સમગ્ર દેશના મુસ્લિમોમા રોષ ફાટી નીકળ્યો હતો જેમાં આજે વાંકાનેર શહેર પોલીસ મથકે આ એન્કર વિરુદ્ધ ગુનો નોંધવા અરજી કરવામાં આવી છે….

આ બાબતે સમગ્ર દેશ સહિત વાંકાનેર વિસ્તારના ખ્વાજા સાહેબના હિંદુ-મુસ્લિમ ચાહકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. તથા ખાસ કરીને મુસ્લિમ ધાર્મિક લાગણી દુભાણી છે. આ ટીવી ચેનલના એન્કર અમીશ દેવગણ અને ચેનલના જવાબદાર કાવતરુ કરી જાણી જોઈને ખ્વાજા સાહેબ વિશે અઘટિત ટિપ્પણી કરી ભારત દેશમાં કોમી વેમનસ્ય તથા દુશ્મનાવટ ઉભી કરવાનો તથા દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે….

આ અંગે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે ઈરફાન પીરઝાદા દ્વારા લેખિત ફરિયાદ આપી આ ટીવી એન્કર અમીશ દેવગણ તથા જવાબદાર તમામ મળતિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઇરફાન પિરઝાદાની સાથે એડવોકેટ શકીલ પીરઝાદા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામ પરાસરા, આબીત ગઢવારા, એડવોકેટ સરફરાઝ પરાસરા અને મુસ્તકીમ બાદી હાજર રહ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો