Placeholder canvas

ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ

સીપીઆઇ દ્વારા લતીપર ચોકડીએ માસ્ક વગર નીકળતા લોકોને સમજાવાયા

By Jayesh Bhatasana. ટંકારા : કોરોના વાયરસની બીજી લહેરે મોરબી જિલ્લામાં તરખાટ મચાવ્યો છે ત્યારે આજે ટંકારા પોલીસે માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફ્ટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી સોશિયલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરવા સમજુત કર્યા હતા.

ટંકારા પોલીસ દ્વારા આજે લતીપર ચોકડી ખાતે કોરોના મહામારી સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સીપીઆઇ આઈ.એમ.કોંઢીયાની હાજરીમાં માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી ડરથી નહી પરંતુ પરીવારની પરવાહ કરવા સોશિયલ ડિસ્ટનસિંગ પાલન કરવા લોકોને સમજાવ્યા હતા.

આ સમાચારને શેર કરો