Placeholder canvas

રાજકોટ: રેલવે જંકશનનાં વિશ્રામગૃહમાં સફાઇ કોન્ટ્રાક્ટર જ રમાડતો હતો જુગાર! છ લોકો ઝડપાયા

રાજકોટમાં આમતો પત્તાપ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં જુગાર રમતા પકડાયા છે ત્યારે હવે રેલવેના વિશ્રામગૃહમાંથી પણ પત્તાપ્રેમીઓ પાના ટીચતા પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના જંકશન પ્લોટ રેલ્વે વિશ્રામ ગૃહના રૂમમાં પ્ર.નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા વિશ્રામ ગૃહના સફાઇના કોન્ટ્રાકટર સહિત છ શખ્સોને ઝડપી લીધા હતાં.

રેલ્વે આરપીએફના પોલીસ ઇન્સ્પેકટરે જંકશન પ્લોટ લાખા ચાવાળાની સામે આવેલા રેલ્વે અવિનસ્થ અધિકારી વિશ્રામ ગૃહના રૂમ નં. ૭માં અમુક શખ્સો જુગાર રમે છે તેવી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમતા રેલ્વે વિશ્રામ ગૃહના સફાઇના કોન્ટ્રાકટર જયરાજસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા, વાસુદેવ નવતમલાલ બારોટ, નટુ જીવરાજભાઇ પોરીયા, યોગેશ લક્ષ્મણભાઇ રાઠોડ, હરદેવસિંહ ટેમુભા જાડેજા અને અશ્વિન મંગળજીભાઇ પુજારાને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. જુગરીઓ પાસેથી પોલીસે રૂપિયા ર૬,૬૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.


આ સમાચારને શેર કરો