Placeholder canvas

1 ડિસેમ્બરેથી બેંકમાં પૈસાની લેવડ-દેવડના નિયમમાં થશે ફેરફાર

RTGS: વર્ષના અંતિમ મહિનામાં એટલે કે 2020થી તમારી બેંક પૈસાની લેવડ-દેવડના આ નિયમમાં ફેરફાર કરી રહી છે.

વર્ષના અંતિમ મહિનાથી એટલે કે ડિસેમ્બર-2020 (December 2020)થી બેંક પૈસાની લેવડ-દેવડના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ (RTGS) સેવાને 24x7x365 ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ડિસેમ્બર 2020થી લાગૂ થશે. જેનો મતલબ સ્પષ્ટ છે કે હવે તમે RTGSના માધ્યમથી 24 કલાક પૈસા ટ્રાન્સફર કરી શકશો. હાલમાં આ સેવા દર બીજા અને ચોથા શનિવારને બાદ કરતા તમામ કામકાજના દિવસોમાં સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહે છે.

ગત વર્ષે NEFT સેવા 24 કલાક કરવામાં આવી હતી

આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં નેશનલ ઇલેક્ટ્રૉનિક ફંડ ટ્રાન્સફર (NEFT) સેવાને 24x7x365 ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આરબીઆઈએ પોતાની પૉલિસીમાં કહ્યું હતું હતું એ સમયથી આ સિસ્ટમ સુચારૂ રીતે કામ કરી રહી છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા પ્રમાણે ભારતીય નાણાકીય બજારોમાં વૈશ્વિક એકીકરણના લક્ષ્યને સમર્થન આપવા માટે ચાલી રહેલા કામોને સમર્થન આપવા, ભારતના આંતરરાષ્ટ્રીય કેન્દ્રોને વિકસિત કરવાના પ્રયાસો અને ઘરેલૂ કોર્પોરેટ અને સંસ્થાનો માટે મોટા સ્તર પર ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RTGS એટલે કે રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટના માધ્યમથી તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ મોટા ટ્રાન્ઝેક્શન માટે કામ આવે છે. RTGSના માધ્યમથી બે લાખથી ઓછી રકમ ટ્રાન્સફર નથી કરી શકતી. આનો ઉપયોગ ઑનલાઇન અને બેંક બ્રાંચ બંને રીતે કરી શકાય છે. આ માટે કોઈ જ ચાર્જ નથી ચૂકવવો પડતો. જોકે, બ્રાંચોમાંથી RTGS કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડે છે.

શું છે NEFT?

નેશનલ ઇલેક્ટ્રૉનિક ફંડ ટ્રાન્સફર (NEFT) એક ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ છે. જેના દ્વારા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરી શકાય છે. ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી આ સુવિધાનો લાભ લઈ શકાય છે. સાથે જ બેંકમાં જઈને પણ આનો ઉપયોગ કરી શકાય છે. NEFTના માધ્યમથી થોડા સમયમાં ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે કોઈ વધારાનો ચાર્જ નથી ચૂકવવો પડતો. જોકે, બ્રાંચમાં જઈને NEFTના માધ્યમથી પૈસા ટ્રાન્સફર માટે ચાર્જ ચૂકવવો પડે છે. આ સુવિધા 24X7 ચાલુ રહે છે.

આ સમાચારને શેર કરો