Placeholder canvas

સૌરાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: નલીયા-ગિરનારમાં 2.7 ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બીજા દિવસે કોલ્ડવેવ યથાવત રહેલ છે અને આજે પણ એકડઝન શહેરોમાં તાપમાન 10 ડીગ્રી નીચે નોંધાયું છે. નલીયા અને ગિરનાર ઉપર સીઝનનું સૌથી નીચું 2.7 ડીગ્રી તાપમાન નોંધાયુ છે તો દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર અને દિવમાં પણ હુંફાળુ વાતાવરણ રહેવાના બદલે કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

હવામાન ખાતાના કહેવા મુજબ ઉતરભારતમાં થઇ રહેલ હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં ઠંડાદ પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે કાતિલ ઠંડીનો દોર શરુ થયો છે. આગામી બે-ત્રણ દિવસ ઠંડી ચાલુ રહેશે.

આજે નલીયામાં 2.7 ડીગ્રી અને ડીસામાં 6.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે જૂનાગઢમાં 7.8, જામનગરમાં 8.5 ડીગ્રી અને રાજકોટમાં પણ ઠંડીનું જોર વધ્યું હોય તેમ ગઇકાલે 8.5 ડીગ્રી તાપમાન નોંધાયા બાદ આજે તાપમાન ઘટીને 8.3 ડીગ્રી નોંધાયું હતું. દરિયાકાંઠે આવેલા પોરબંદરમાં પણ ઠંડીએ સપાટો બોલાવ્યો હોય તેમ અહીં તાપમાનમાં એક જ દિવસમાં જબરો ઘટાડો નોંધાયો છે અને આજે તાપમાન 7.8 ડીગ્રીએ પહોંચી ગયું હતું. જયારે દરિયાકાંઠાના રમણીય પ્રદેશ દીવમાં પણ તાપમાન 9.8 ડીગ્રી નોંધાયું છે.

આ સિવાય સૌરાષ્ટ્રમાં કેશોદમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. કેશોદમાં આજનું તાપમાન 6.2 ડીગ્રી જેટલું નીચું રહેતા લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ભૂજમાં 9 ડીગ્રી અને કંડલા એરપોર્ટ ઉપર 7.5 ડીગ્રી તથા કંડલામાં 9.5 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ 7.5 ડીગ્રી મહુવામાં 8.5 ડીગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 9.1 ડીગ્રી તાપમાન નોંધાતા લોકોને કોલ્ડવેવનો અનુભવ થઇ રહ્યો છે.

ગિરનાર ઉપર 2.6 ડીગ્રી, જુનાગઢ શહેર અને સમગ્ર સોરઠમાં આજે આખો દિવસ 6 થી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમા ઠંડીને કારણે વહેલી સવારે અને મોડી સાંજથી સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ બને ત્યાં સુધી ઘર

આ સમાચારને શેર કરો