Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 12 ઓગસ્ટથી G-SETની પરીક્ષાનો નિ:શુલ્ક તાલીમ વર્ગ શરૂ થશે.

રાજકોટ : રાજયની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અઘ્યાપક થવા માટે G-SETની પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. આ પરીક્ષામાં બેસવા ઇચ્છતા ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે તા.12/8થી વિનામુલ્યે તા.12/8થી ઓફલાઇન તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.

G-SET ના જનરલ પેપર નં.1ના ઓફલાઇન તાલીમ વર્ગ માટેની આ બીજી બેચ તા.12/8થી સવારે 9 થી 11ના સમયમાં શરૂ થશે. કોચીંગ સેન્ટરના વર્ગોમાં પી.જી.ના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક/એમ.ફી તથા પીએચડીના વિદ્યાર્થીઓ જોડાઇ શકશે.

ઉપરોકત વર્ગોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા આર્ટસ, કોમર્સ વગેરે વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે યુજીસી નેટ/જીસેટ કોચીંગ સેન્ટર, સીસીડીસી ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા.10/8 સુધીમાં તેમનું રજીસ્ટ્રેશન ફોર્મ સાથે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, જીસેટનું ઓનલાઇન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ, જાતિનો દાખલો તથા ક્રિમીલેયર સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે.

આ સમાચારને શેર કરો