Placeholder canvas

વાંકાનેર: આંણદપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપીયા ૧,૦૧,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસની ટીમ આજે બાતમીના આધારે વાંકાનેરના આંણદપર ગામની સીમમાં ચાલતા જુગાર ધામ ઉપર ત્રાટકી હતી. વાંકાનેર પોલીસે આ સ્થળેથી જુગાર રમતા ચાર શખ્સોને દબોચી લીધા હતા. તેમજ વાંકાનેર તાલુકા પલ્લીસે સ્થળ ઉપરથી રોકડ રૂપીયા ૧,૦૧,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસવડા ,સુબોધ ઓડેદરાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા માટે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.પી.જાડેજા તથા સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.હેડકોન્સ.મયુરધ્વજસિંહ જાડેજને મળેલ ખાનગી હકિકત આધારે પોલીસ સબ ઇન્સ. આર.પી.જાડેજા તથા પો.હેડકોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા તથા પો.કોન્સ. જગદીશભાઇ ગાબુ તથા સંજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે વાંકાનરે તાલુકા આંણદપર ગામની સીમમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં રમાતા જુગાર ઉપર રેડ કરી હતી.

પોલીસે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી મનોજ ઉર્ફે નદી ભાણજીભાઇ ટમારીયા (ઉ.વ.32, રહે. વાકાનેર, ભરવાડપરા), શામજીભાઇ ઉર્ફે ભીખો ભાવુભાઇ ભીસડીયા (ઉ.વ.30, રહે. સમથેરવા, તા.વાંકાનેર), હરેશભાઇ ઉર્ફે મઘો જગાભાઇ વિઝુવાડીયા (ઉ.વ.30, રહે. માટેલ, પુલ પાસે વાડી વિસ્તારમાં, તા.વાંકાનેર), પ્રવિણભાઇ ઉર્ફે પનો છનાભાઇ સરાવાડીયા (ઉ.વ.32, રહે. માટેલ, તા.વાંકાનેર) ને રોકડ રૂપીયા ૧,૦૧,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો