વાંકાનેર: નવાપરા, જી.આઇ.ડી.સી.માં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેર : વાંકાનેરમાં નવાપરા, જી.આઇ.ડી.સી. મયુર ઓઇલ મીલ પાસે ગઈકાલે રાત્રે 8 કલાક આસપાસ ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાનાથી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનોજુગાર રમતા પકડાયા હતા.

આ જુગાર રમી રમતા ગંજી પતાનો સેટ 1 તથા રોકડા રૂ. ૪૮૦૦/- સાથે આરોપીઓ રાજેશ ઉર્ફે રાજુ અરજણભાઇ કલોતરા (ઉ.વ. ૩૨, ધંધો.ડ્રાઇવીંગ રહે. કુંભારપરા, શેરી, વાંકાનેર જી. મોરબી), સુનિલ ઉર્ફે વિજય નાનુભાઇ ઉઘરેજા (ઉ.વ. ૨૨, ધંધો મજુરી, રહે. કુંભારપરા શેરી-3, વાંકાનેર, જી. મોરબી), કુંવરજીભાઇ સોમાભાઇ ઉઘરેજા (ઉ.વ.૫૦, ધંધો મજુરી, રહે. નવાપરા, રામમંદીરવાળી શેરી, વાંકાનેર જી. મોરબી), હુશેનભાઇ અબદુલભાઇ પીપરવાડીયા (ઉ.વ.૬૩, રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર, જી. મોરબી)ને વાંકાનેર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો
  • 69
  •  
  •  
  •  
  •  
  •  
    69
    Shares