Placeholder canvas

વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો: 29મી ડિસેમ્બરે એક સાથે ચાર પરીક્ષા..!!

આ સંવેદનશીલ સરકારની સંવેદના દિવસે ખુલી પડતી જાય છે અને અણઘડ વહીવટના પુરાવા સામે આવી રહ્યા છે. આગામી 29 તારીખે આગામી 29મી ડિસેમ્બરે એક સાથે ચાર ચાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાનાર છે જેના કારણે સરકારી નોકરીઓની શોધમાં મહેનત કરનારા વિદ્યાર્થીઓ કોઇપણ એક જ પરીક્ષા આપી શકશે. સરકારી વિભાગોના સંકલનના અભાવે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ,બેરોજગારીનો ગ્રાફ ઉંચો જઇ રહયો છે. લાખો શિક્ષિત યુવાઓ નોકરીઓ માટે ફાંફા મારી રહ્યાં છે. ત્યારે બીજી તરફ, સરકારી વિભાગોમાં જ સંકલનનો એટલો અભાવ છે કે,એક જ જ દિવસમાં ચાર ચાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાનાર છે.

29મીએ ગૌણ સેવા પસંદગી મંડળ કાર્યાલય અધિક્ષક(વર્ગ-3)ની પરીક્ષા લેશે જેમાં 60 હજાર ઉમેદવારો ભાગ લેશે. જયારે વિવિધ સરકારી કચેરીઓમાં કચેરી અધિક્ષક ,કાર્યાલય અધિક્ષક અને અધિક્ષક માટે પરીક્ષા લેનાર છે જેમાં 90 હજાર ઉમેદવારો ભાગ લેશે.રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર કલાર્ક માટે પણ આ જ દિવસે બપોરે 2થી 4 સુધી પરીક્ષા યોજાશે જેમાં 94 હજાર પરીક્ષાર્થીઓ ભાગ લેશે.વડોદરા એમ.એસ યુનિવર્સિટીમાં ય પરીક્ષા લેવાનાર છે.

કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે, સરકારી વિભાગોમાં સંકલનના અભાવે સરકારી નોકરીની શોધ કરતાં હજારો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાથી વંચિત રહી જશે. વિદ્યાર્થીઓ કોઇ પણ એક જ પરીક્ષા આપી શકશે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા ફી,કોચિંગ કલાસ ફી ઉપરાંત સાહિત્ય અને હોસ્ટેલનો ખર્ચ સહિત મહેનત માથે પડશે. સરકારે આ દિશામાં સુવ્યવસ્થિત રીતે પરીક્ષાનુ આયોજન કરવુ જોઇએ જેથી વિદ્યાર્થીઓને બધીય પરીક્ષામાં ભાગ લેવાની તક મળી શકે.

આ સમાચારને શેર કરો