Placeholder canvas

ગુજરાતમાં આગામી ચાર દિવસની વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં ઉભા થયેલા ખતરનાક ક્યાર વાવાઝોડાએ દિવાળીના દિવસથી પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. દિવાળીના દિવસે બપોર પછી સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરના દરિયામાં ભારે કરંટ સાથે ઉંચા ઉંચા મોજા ઉછળવાની શરૂ થયું છે. એટલું જ નહીં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ એટલે શુક્રવાર સુધી વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. જો તમે આ સપ્તાહમાં ફરવા ગયા હશો તો વરસાદ ચોક્કસ તમારી મઝા બગાડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તેમાં ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. નોંધનીય છે કે દિવાળીના જ દિવસથી જ રાજ્યભરમાં કમોસમી વરસાદ શરૂ થઇ ગયો છે. ક્યાર વાવાઝોડાને પગલે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વેરાવળ, પોરબંદર તેમજ અમરેલી જિલ્લાના બંદરો સહિતના સ્થળોએ 2 નંબરના સિગ્નલ લગાવાયા હતા.

ક્યાર વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે પરંતુ રાજ્યનાં અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ગઇકાલે એટલે સોમવારે નવા વર્ષનાં પહેલા જ દિવસે અમદાવાદ, સુરત, વડોદરા, પોરબંદર, છોટાઉદેપુરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ક્યાર વાવાઝોડાની અસર ઘટતા 31મી ઓક્ટોબર સુધી તાપમાનમાં વધારો જોવા મળશે. હવામાન વિભાગ પ્રમાણે 1લી નવેમ્બરથી ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે. દ્વારકા પંથકમાં ગત મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુસવાટા મારતા પવનને કારણે વાતાવરણમાં શિયાળા જેવી ઠંડક પ્રસરી ગઈ હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો