Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ સત્તારૂઢ

તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે ભૂમિકાબેન અજયભાઈ વીંઝવાડીયા ચૂંટાયા.

છેલ્લા 10 વર્ષથી તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહેનાર ફાતુબેન યુનુસભાઈ શેરસિયા પ્રમુખપદ હારી ગયા.

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલા ૨૪ સભ્યોએ આજે પ્રમુખ ઉપપ્રમુખને ચૂંટી લીધા છે. આજે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ માટે ભાજપના પંચાસર સીટના સભ્ય વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ માટે માટેલ સીટના સભ્ય ભૂમિકાબેન અજયભાઈ વીંઝવાડીયા ઉમેદવાર હતા, જ્યારે કોંગ્રેસમાંથી પ્રમુખ માટે મહીકા સીટના સભ્ય ફાતુબેન યુનુસભાઈ શેરસીયા અને ઉપપ્રમુખ માટે કોઠી સીટના સભ્ય વાલજીભાઈ ચૌહાણ ઉમેદવાર હતા.

આજે આ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી હળવદ ના અધ્યક્ષ સ્થાને થઈ હતી જેમાં તાલુકા પંચાયતના કુલ ૨૪ સભ્યો માંથી 23 હાજર રહ્યા હતા, અરણીટીંબા તાલુકા પંચાયત સીટના સભ્ય ગેરહાજર રહ્યા હતા.23 માંથી ભાજપ તરફથી ૧૩ અને કોંગ્રેસ તરફથી ૧૦ સભ્યો એ મત આપ્યા હતા આમ ભાજપના પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવાર 3 મતથી વિજય થયો છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી તાલુકા પંચાયતના પ્રમુખ પદ પર રહેનાર ફાતુબેન યુનુસભાઇ શેરસીયાની હાર થઈ છે.

વાંકાનેર તાલુકા પંચાયતના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે કે આ ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા છે હવે પાંચ વર્ષ માટે તાલુકા પંચાયતમાં ભાજપ સતા સ્થાને રહેશે.

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી માટે કાવાદાવા વાળું રાજકારણ રમાયું પહેલેથી જ ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાના દિવસથી છેલ્લે સુધી અરણીટીંબા સીટના કોંગ્રેસના ઉમેદવાર ચર્ચામાં રહ્યા. અપહરણ થયાની વાતો, આક્ષેપો, વાંકાનેર તાલુકા પોલીસ ભાજપ માટે કામ કરતી હોવાના આક્ષેપો થયા તેમની સામે ઘરણા થયા અને હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યો આખરે કોંગ્રેસના હથિયાર હેઠા પડ્યા છે અને ભાજપ વિજેતા થયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો