Placeholder canvas

ટંકારા: PHCને જાન્યુઆરીમાં આપેલા ફોગિંગ મશીન ફોટો સેસન્સ બાદ ઊપયોગ કરવુ સાવ ભૂલાય જ ગયુ !!!

By Jayesh Bhatasna -Tankara

ટંકારા નુ પ્રાથમિક આરોગ્ય વિભાગ આળસુ જાન્યુઆરીમાં આપેલા ફોગિંગ મશીન ફોટો સેસન્સ માટે જ હતા? કોરોના ના હાહાકાર અને મિશ્ર ઋતુમાં મરછર ના ઉપદ્રવમાં આ મશીનને વાપરવા માટે બ્રહ્મ મુહૂર્ત ની જોવાતી રાહ. જિલ્લા પંચાયતના સદસ્યો ફોગિંગ મશીન વપરાશને લઇને પણ સવાલો કરો? ક્યા છો બધા? માત્ર આપી દેવાથી નહીં માપી લેવા થી મચ્છરો ભાગે છે. મશીન માં વપરાતું ઇંધણ પણ સરપંચ અને સંસ્થા આપવા માટે તૈયાર છે. છતાં આરોગ્ય વિભાગને ક્યાં જાણ છે. ટંકારામાં વકરેલા રોગચાળા ની પણ શું એને દરકાર છે. અનેક સવાલોના ઘેરામાં આરોગ્ય વિભાગ.

નવા વર્ષ બેસવાની સાથે જ જિલ્લા પંચાયત મોરબી દ્વારા ટંકારા ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા મચ્છરના અને ડેન્ગ્યુના દર્દીને આગોતરી રાહત અપાવવા ના ઉમદા આશયથી ફોગિંગ મશીન આપી આગોતરું આયોજન કરવા આધુનિક મંશિનો આરોગ્ય વિભાગને સોંપ્યા હોવા છતાં આરોગ્ય વિભાગ આળસુ થઇ ને આધુનિક મશીનો ને વાપરવા બ્રહ્મમુહૂર્ત ની રાહ જોઈને મશીનો પડ્યા હોય ત્યારે આ મશીનો કોણ ક્યારે અને કોના માટે ઉપયોગમાં લેવાશે એવા સવાલો હાલ ઊભા થયા છે. સાથે જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા જે રીતે આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર ને આ મશીન ની સોપણી કરી હતી અને ફોટા પણ પડાવ્યા હતા ત્યારે સદસ્યોએ પણ લોકો ના આરોગ્ય બાબતે જાગૃત થઈ જવાબદારો ના કાન આંબળવા ને બદલે જવાબદારીથી મુખ ફેરવી લીધા હોવાનું લાગી રહ્યું છે.

હાલ કોરોના કહેર વચ્ચે શહેરમાં મિશ્ર ઋતુ ચાલી રહી છે ત્યારે ટંકારામાં મચ્છરના ઉપદ્રવો અને રોગચાળો પણ વકર્યો છે ત્યારે જો ફોગિંગ મશીન નો ઉપયોગ કરવામાં ન આવે તો પછી આવા મશીન નું કામ શું છે? ની લોકો ચર્ચા કરી રહ્યા છે સાથે ટંકારા ના સરપંચ અને સંસ્થા દ્વારા મશીન માં વપરાતુ ઈધણ ની પૂર્તિ માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ જાગે તો આ ટંકારા મા રોગ ભાગે ની વાતો વહેતી થઈ છે. ત્યારે જોવુ એ રહુ કે આળસુ આરોગ્ય વિભાગ કોરોના ના કહેર વચ્ચે કમર કસી ને કામ કરે છે કે નહી

આ સમાચારને શેર કરો