Placeholder canvas

રાજકોટમાં પોલીસનો ડર નથી રહ્યો: B ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ પર પાંચ શખ્સોએ હુમલો કર્યો

રાજકોટ : રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર સરાજાહેર હુમલો કરવામાં આવ્યો છે. જે સમગ્ર મામલાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં જે પોલીસ કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો છે તે શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવે છે. આ ઘટના બાદ ફરી એક વખત રાજકોટ શહેરમાં લુખ્ખાઓના આતંકની દાસ્તાન સામે આવી છે. મુખ્યમંત્રીના રાજકોટમાં જો પોલીસ જ અસુરક્ષિત હોય તો સામાન્ય માણસની શું સ્થિતિ હશે એવી પણ ચર્ચા છે.

બે દિવસ પુર્વે શહેરના સંત કબીર રોડ પર મયુરસિંહ ને પાંચ જેટલા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીમાં પાંચ જેટલા શખ્સો દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો સમગ્ર મામલે શહેરના બી ડિવિઝન પોલીસે મયુરસિંહની ફરિયાદ પરથી પાંચ જેટલા શખ્સો વિરુદ્ધ કલમ 332 અંતર્ગત ગુનો નોંધી તમામ લોકો ની ધરપકડ કરી હતી તો સાથે જ તેમને જેલ હવાલે પણ કર્યા છે.

બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ મિતેષભાઇ ગિરીશભાઇ આડેસરા બે દિવસ પૂર્વે રાત્રીના સંતકબીર રોડ પર શક્તિ ટી સ્ટોલ નજીકથી પસાર થતાં હતા ત્યારે નેહરુનગરનો અખ્તર સોકત કચરા, માલિયાસણનો અમીર સિકંદર જુણેજા, પારેવડી ચોક નજીક રહેતો જય જયેશ ધીણોજા અને લાખેશ્વર સોસાયટીનો સોહીલ કાર પાસે ઊભા હતા. ચારેય ઇસમ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાનું લાગતાં પોલીસમેન મિતેષભાઇએ ચારેયને ટપારતાં ચારેય ઇસમ ઉશ્કેરાયા હતા અને પોલીસમેનને ગાળો ભાંડવા લાગ્યા હતા.

પોલીસમેને ગાળો બોલવાની ના કહેતા ચારેયે સરાજાહેર પોલીસ કોન્સ્ટેબલ મિતેષભાઇ પર હુમલો કર્યો હતો. એકસાથે ચાર ઇસમનો હુમલો થતાં મિતેષભાઇએ કન્ટ્રોલરૂમને જાણ કરતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને ચારેય ઇસમને ઝડપી લીધા હતા. પોલીસ કોન્સ્ટેબલ પર ચાર ઇસમના સરાજાહેર હુમલાથી દેકારો મચી ગયો હતો અને પોલીસની ધાક ઓસરતી જતી હોવાનું વધુ એક વખત સાબિત થયું હતું.

આ સમાચારને શેર કરો