Placeholder canvas

વાંકાનેર: પંચાસીયા હાઇસ્કુલની વિધાર્થિનિએ જીલ્લા કક્ષાએ દોડની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યુ.

ગુજરાત સરકાર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ ગાંધીનગર પ્રેરીત અને સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી મોરબી સંચાલિત ખેલ મહાકુંભ 2019 ની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન હરબટીયાળી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાની હરીફાઈમાં સ્થાન પામેલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે આવેલી પંચાસીયા હાઇસ્કુલની વિદ્યાર્થીની કુ.અલમીનબાનું ખોરાજીયાએ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની દોડ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જિલ્લા કક્ષાની હરીફાઈમાં હરીફાઈની અંતે 100 મીટર અને 200 મીટર આમ બંને સ્પર્ધામાં કુ.અલમીનબાનું ખોરાજીયાએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને વાંકાનેર તાલુકા અને પંચાસીયા ગામનું ગૌરવ વધારેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં સૌપ્રથમ શરૂ થયેલી પંચાસીયા હાઇસ્કુલ એક સમયે શિક્ષણ તેમજ અન્ય પ્રવૃત્તિમાં સાવ ખાડે ગઇ હતી અને બંધ પણ થઇ ગઇ હતી. ત્યારે આજ સ્કૂલના એક વિદ્યાર્થીએ જ્યાં પોતે અભ્યાસ કર્યો હતો તે સ્કૂલને બંધ થયેલી ન જઈ શકતા તેમણે ભારે મહેનત કરીને પુનર્જીવિત કરી હતી. જેમના આજે ખૂબ સારા પરિણામો ગામને મળી રહ્યા છે. આ સ્કૂલ ખૂબ સારું રિઝલ્ટ લાવી રહી છે અને ઇત્તર પ્રવૃત્તિ જેવીકે વિજ્ઞાનમેળો રમતગમત વગેરેમાં પણ ખૂબ સારું પર્ફોર્મસ કરી રહી છે. આમ આ ડો. હુસેનભાઇ શેરસિયા દ્વારા પુનર્જીવિત કરાયેલી સ્કૂલના પંચાસીયા ગામના મધ્યમ અને ગરીબ વર્ગના વિધાર્થીઓ તેમજ ખાસ કરીને દીકરીઓ માટે આ સ્કૂલ આશીર્વાદરૂપ બની રહી છે.

પંચાશિયા હાઇસ્કૂલની વિદ્યાર્થીની કુમારી કુ.અલમીનબાનું ખોરજીયા જેવો જિલ્લા કક્ષાએ 100 મીટર અને 200 મીટરની દોડની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યા બદલ સ્કુલ સ્ટાફ પરિવાર અને મેનેજમેન્ટ તરફથી તેઓને ખૂબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને હજુ આગળ પણ સ્કૂલ ગામ અને તાલુકાનું નામ રોશન કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો